________________
આ ઉપરથી કો'ક એમ કહી શકે કે—“ ગર્ભની સ્થિતિ ભયકર છે એ વાતને ખ્યાલ જ માનવપ્રાંણીને આવી શકતા નથી, તેા પછી ઉપદેશકોએ ઉપદેશ સમયે અનાદિકાળની અને ગત ભવાની લાંબી-લાંબી વાત છેડીને સીધેા જ ઉપદેશ આપવા જોઈ એ, કેમકે—મનુષ્યના જન્મ જ્યારે-જ્યારે મળે છે, ત્યારે ત્યારે શરીર સર્જવું પડે છે, પ્રસવની આકરી વેદના ભાગવવી પડે છે, અને માતાનું દૂધ પીને ગા ખેાળા, ગંદા વસ્ત્રા અને ગંદા પદાર્થોમાં શયન કરવુ' પડે છે; જો આ વાતાના પણ આપણને ખ્યાલ નથી, તે આપણે ગયા જન્મની વાતાનુ' સ્મરણ પણ ત્યાંથી કરી શકવાના.
ઘણીવાર આપણે ગઈ કાલની વાત પણ પૂરેપૂરી સ'ભારી– ખ્યાલમાં લાવી શકતા નથી, તે પછી આપણી આગળ અનાદિકાળની વાત થાય અને તેની ભૂમિકા ઉપર ઉપદેશ દેવાય એ સ્થિતિ “હેરા આગળ ગીત ગાવા ” જેવી છે.
પરંતુ અહી સમજવા જેવી વાત એ છે કે
શાસ્ત્રકાર મહારાજાએએ આવા અનેક પ્રશ્નોના ખુલાસા શાસ્ત્રોમાં છણ્યા છે અને તેથી તેમના કથનને આધારે અમે કહીએ છીએ કે—
મહાનુભાવા ! અનંતભવાની તમારી આગળ વાત કરવી એ આવશ્યક છે અને તેમાં તમારા જ કલ્યાણની સાધનાને શાસકોના હેતુ રહેલા છે.
(ક્રમશઃ ચાલુ)