________________
પુસ્તક ૩-જુ ૪ દીક્ષાની વિરૂદ્ધતાથી ઉદ્ધત બનેલા કુટુંબે જેઓશ્રીની માતાને દ્રવ્યદયાના દીર્ઘ નિઃશ્વાસથી ગર્ભવિષયક પ્રશ્ન કર્યો અને દીક્ષાવસ્તુને પ્રસરાવી, તે મુનિ મનક-મના; કેમ કહેવાય ? ૫ જે મુનિરાજની માતાએ તે દ્રવ્યદયાના દાબડાવાળા દિલે જાન કુટુંબને ગર્ભ સંબંધી પ્રશ્નના ઉત્તરમાં મનાક એટલે માગધીમાં
“મનફ” એમ કહ્યું, તે મુનિ મનક-મના કેમ કહેવાય ? ૬ જે મુનિ મહારાજની માતા, પિતાના દીક્ષિતપણને લીધે પતિના વિયોગે પણ સૌભાગ્યનાં ચિહ્નો ધારણ કરતી હતી, તે મુનિ મનકમના કેમ કહેવાય?
(અહીં સમજવા જેવું એ છે કે આચાર્ય મહારાજ શય્યભવસૂરિએ સંસાર ત્રિવિધે છેડી દીધો છે, છતાં સંસારવાળાઓએ તેમને કુટુંબ-માલિકીમાંથી કાઢી નાખ્યા નથી, અને એ જ કારણથી સંસારમાં રહેલી એકલી માતાની રજા વિના પણ નાની આઠ વર્ષ જેવી ઉંમરે ઘણા કેશ દૂર નાસી જઈને લીધેલી દીક્ષામાં શિષ્યનિષ્ફટિકા ગણાઈ નથી.) ૭ જે મુનિરાજે ફક્ત આઠ વર્ષની ઉંમરે દીક્ષાની ભવિતવ્યતાની
પ્રેરણાથી જ હોય નહિ તે માતાને સૌભાગ્યપણાને અંગે “મારે પિતાં કયાં છે?' એ પ્રશ્ન કર્યો, એવી અનુકૂળ ભવિતવ્યતા
વાળા મુનિરાજને મનકર્મનાક કેમ કહેવાય? ૮ જે મુનિરાજ માત્ર આઠ વર્ષની વયના હતા તે વખતે માતાએ દુર્લભધિપણાની લાયકને શોભે એવા વાક્યો કહ્યાં કે લુચ્ચા, પાખંડી શ્રમણ (સાધુ) તારા બાપને ભરમાવીને ઉઠાવી ગયા છે આવાં વાક્યો માતા તરફથી સાંભળ્યાં છતાં પણ જેને શ્રમણ ભગવંત તરફ સદ્ભાવ થવાને માટે શ્રમણ બનેલા પિતાના પિતા તરફ લાગણી દેરાઈ એ મુનિરાજ મનક-મના કેમ કહેવાય?