SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત કરનારાઓ પણ દિગંબરના પૂર્વાચાર્યો તરફ ઘણી જ ધૃણાની નજરથી જુએ, કારણકે તે દિગંબરમતના ધુરંધર ગણાતા આચાર્યો એક આઠ વર્ષના છોકરાએ છ મહિનામાં અભ્યાસ કરાય એ દશવૈકાલિક નામને આ આગમને નાને અંશ પણ સાચવી ન રાખ્યો તેઓની આગમભક્તિને માટે શું કહેવું તે વનચના વિષયની બહાર છે. વાસ્તવિક રીતે તે સ્થળષ્ટિવાળા પણ દશવૈકાલિકના વિચ્છેદની વાત સાંભળીને સ્પષ્ટપણે સમજી શકે કે છે લઘુવયના સાધુને થોડી મુદતમાં ભણવાલાયકનું દશવૈકાલિક નામનું શાસ્ત્ર સમર્થ આચાર્યો કે તેના અનુયાયીઓને સૂત્ર ન માનવાનું હોવાથી વિચ્છેદના નામે ચઢાવી દીધું એવી રીતે જે કે દિગંબરતવાળાઓને તે દશવૈકાલિક સરખા લઘુશાસ્ત્રને પણ માનતા નથી, તે પણ જૈનશાસનના દરેક શ્રદ્ધાળુઓ તેમજ તે શાસનમાંથી નીકળેલા બીજાઓ પણ તે દશવૈકાલિકસૂત્રની બબર માન્યતા રાખે છે, આવા દશવૈકાલિકસૂત્રની ઉત્પત્તિના મૂળકારણભૂત લઘુમુનિને મનક કહેવા કે મહાન કહેવા એ લેખ જરૂર વિચારવા લાયક થઈ પડશે. ૧ જે કુળની અંદર જૈન ધર્મના સર્વથી સંસ્કાર ન હતા તેવા કુળમાં મહાપુરુષ મનકની ઉત્પત્તિ થવાની હોવાને લીધે જાણે પ્રભવસ્વામી મહારાજે દિક્ષાવસ્તુનું બીજ વાવ્યું હોય તેમ જેને માટે બન્યું તે, મુનિ મનક-મના કેમ કહેવાય ? ૨ જે લઘુમુનિ ગર્ભાવસ્થામાં પણ માતા પણ ન ઓળખી શકે તેવી સ્થિતિમાં હતા, તેવે વખતે જેને ઘેર દીક્ષાની વસ્તુની છાયા પડી, તે મુનિ મનક-મુનાફ કેમ કહેવાય? ૩ જે મુનિ માતા પણ બરાબર ન જાણી શકે તેવી સ્થિતિએ ગર્ભમાં હતા ત્યારે દીક્ષા વસ્તુથી કલેશની હળીમાં સળગતા કુટુંબ હાયપેઈની લીલા ભજવી દીક્ષાવસ્તુ વ્યાપક બનાવી દીધી, તે મુનિ મનક-મના કેમ કહેવાય?
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy