________________
પુસ્તક ૩-જુ વનારા, સર્વવિરતિ સરખા જેનશાનના આશ્રિતીય ધ્યેયને નિંદનારા,
જ્યારે દેખીએ છીએ ત્યારે સ્પષ્ટપણે માનવું પડે છે કે આ લેકોનું શિક્ષણ કેવળ અજ્ઞાનમયજ છે. આવા શિક્ષણમાં મદદ કરનાર, અને મદદ કરાવનાર બંને ઉપર જણાવેલા અધમ કાર્યના સહાયક થાય છે, એમ માની કોઈપણ ધર્મિષ્ઠ પ્રાણી તેવાઓને મદદ કરવા એક ક્ષણ ભર પણ વિચાર કરે નહિ.
સમ્યગ્દષ્ટિએ કયા જ્ઞાનમાં મદદ નહિ કરવી અને તે શા કારણથી નહિ કરવી તે આપણે ઉપર જોઈ આવ્યા. અને તેનું કારણ દેખીએ તે ખરી રીતે સાચી કેળવણીને અભાવ એ જ કહી શકાય. સમ્યકશાસ્ત્રો અને મિથ્યાશાસ્ત્રો
સામાન્ય રીતે જ્યારે શાસ્ત્રને સમ્યગશાસ્ત્ર કહેવું કે મિથ્યાશાસ્ત્ર કહેવું તે તેને માલિકની પરિણતિ ઉપર આધાર રાખે છે. જો કે તેના રચનારાઓને તેઓના ઉદ્દેશ, તથા શાસ્ત્રના સ્વરૂપ ઉપર પણ સમ્યકશાસ્ત્ર કે મિથ્યાશાસ્ત્રપણને આધાર રહે છે અને તેથી મેક્ષને ઉદ્દેશીને તેને કારણેની સિદ્ધિ કરનાર શાસ્ત્રો જ સ્વરૂપે કરીને સમ્યક શાસ્ત્ર ગણાય છે અને તે સિવાયનાં એટલે કે મેક્ષ સિવાય અર્થ, કામ આદિને ઉદ્દેશીને કરેલાં શાસ્ત્રો સભ્યશાસ્ત્રો ગણાતાં જ નથી અને તેથી જ સ્થાન પર આવશ્યકાદિ શાસ્ત્રોને સભ્યશાસ્ત્ર ગણવામાં આવે છે, તથા તિષ્ય, વૈદકાદિને પાપશાસ્ત્ર માનવામાં આવેલ છે. તે વ્યાવહારિક કેળવણું કે જે કેવળ દ્રવ્ય કમાવા માટે, દ્રવ્યનું રક્ષણ કરવા માટે, અને પેટ ભરવા માટે તથા કુટુંબકબીલા માટે જ દેવામાં આવે છે, તેને ઉપરના ન્યાય પ્રમાણે પાપશાસ્ત્ર કેમ ન કહેવાય ? સંયમીઓનું કર્તવ્ય
આજ મુદ્દાથી શાસ્ત્રકારે સાધુઓને પ્રાયશ્ચિત્ત દેવાના પ્રસંગમાં ગૃહસ્થને કે અન્ય મતાવલંબીઓને અક્ષર જ્ઞાન વિગેરે શિખવવામાં પ્રાયશ્ચિત જણાવેલું છે.