________________
૨૦
આગમ યાત
કહ્યું” છે. કે સાટે લેવાથી કે સાટે આપવાથી સાધુપણુ અથવા શ્રાવકપણું રહેતું નથી. સાધુએને હિક્ષા કાઇ પણ સાટાં તરીકે લેવાતી નથી. સાટાખત કરવાનુ કામ જૈન સાધુઓનું નથી. સાધુને દેવાવાળા સુધાદાયી છે. અને લેવાવાળા સુધાજીવી છે. પણ એ પરમાર્થી વૃત્તિ, નિરપેક્ષ સ્થિતિ અને નિખ``ધ અવસ્થા, જેને રુચતી નથી, તેઓ કહે છે કે-મફતનુ ખાય છે. ઓચ્છવ, મહેાત્સવ, સેવા, પૂજા, પ્રભાવના આ બધું આડખર રૂપે દેખાય છે. એમ માનીને પાતે નથી કરતા એટલું જ નહિ, પણ બીજા પણ જો જ તીની ભક્તિ કરે, સાધુપણું લે, ઓચ્છવ મહે।ત્સવ કરે, એમાં પણ એમના મુખ મલિન થાય છે. પેાતાને ધમ સૂઝે નહિં, બીજા કરે એ ગમે નહિ, એવાને મનુષ્યપણું સારૂ મળ્યું કહેવાય નહિં.
મનુષ્યપણું એનુ જ સારૂં કે જે સમ્યગ્દર્શનથી શુદ્ધ એવુ સમ્યજ્ઞાન પામે, અને એ બન્નેથી શુદ્ધ એવી વિરતિ પામે, એ ત્રણે રત્નાને પામનાર જે આત્મા હેાય, તેને જ મળેલું કહેવાય. એ સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યચારિત્ર શું છે? એની ઓળખાણ હવે પછી.
Bria
મન કાબૂમાં શી રીતે આવે ?
66
x x x મન ભૂતને પાંજરામાં પૂરી ઘો ! પાંજરામાં પૂરેલું મન ચાહે તેટલું કુદે!!! xxx એવું પાંજરૂ કયું ? આ મન માંકડાને પૂરવા માટે કોઈ પાંજરૂ છે ? હા....સ્વાધ્યાય, ધ્યાન વગેરે સત્–પ્રવૃત્તિએ ગુરૂગમથી કરવાથી મન આપે।આપ નિયત્રિત થઈ જાય છે.’’
-પ વ્યાખ્યાનસંગ્રહ પાં૦ ૧૭૦