________________
3000
છે. સાચી કે ળ વ ણી છે
(પૂજ્યપાદ આગના અખંડ અભ્યાસી અને આગમન તલસ્પર્શી જ્ઞાતા, આગોદ્ધારક આચાર્યદેવશ્રીને મનનીય એક લેખ ધી યંગમેન્સ જૈન સોસાયટીના સાહિત્ય અંક (પા. ૧૯ થી ૧૧૬)માં પ્રકટ થયેલ,
પૂ૦ ધર્મપ્રેમી મુનિરાજ શ્રી ગુણસાગરજી મ. દ્વારા તે જુના પાનાં મળ્યા, અને શિક્ષણ-કેળવણીને આજે જ્ઞાનના નામે ખૂબ જ ટેકે આપવાની રીત જાયે-અજાણે પણ પાંગરી રહી છે. તે અવસરે દીવાદાંડીની જેમ માર્ગદર્શક બનશે એમ ધારી તે લેખનું પુનઃ પ્રકાશન સુધારા સાથે કર્યું છે. ૨૦) કેળવણી એટલે?
આજના જમાનામાં કેળવણી શબ્દ આબાળગોપાલ એટલે બધા પ્રસિદ્ધ છે કે તેને જણાવવાને માટે કાંઈ પણ પ્રયત્ન કરાય, તે પિષ્ટપિષણ જેવો જ લાગે છતાં પણ તે શબ્દ કયા અર્થને જણાવે છે અને તે ક્યાં રૂઢ થયા છે, તેમજ તેને તે અર્થમાં રૂઢ થવાનું કારણ શું? એ વગેરે હકીકતથી ઘણા લેકે માહિતગાર હશે. કેળવણી શબ્દ જો કે સંસ્કૃતની અપેક્ષાએ ૮ ધાતુ કે શિન્દ્ર ધાતુ જે પહેલાને આઠમા ગણના છે, તે ઉપરથી બનાવી શકાય. પણ અપભ્રંશમાં તેને કેળવવું એવો અર્થ થાય છે, તે ઘણું જ પૂર્વકાળથી પ્રચલિત થએલે જણાય છે, કેમકે કણેકને ગુંદીને તૈયાર કરવામાં આવે છે ત્યારે “કણેકને કેળવી” એમ કહે છે, માટીને પણ ગુંદીને તૈયાર કરવામાં આવે છે. ત્યારે પણ “માટીને કેળવી” એમ કહે છે. કેળવણુ શબ્દને વર્તમાન રૂઢાર્થ
આ ઉપરથી વાચક વર્ગ સહેજે સમજી શકશે કે કેળવાવું તેનું