________________
પુસ્તક ૩-જુ પણ જે રોગી રેગની મહત્તા નથી સમયે તેને માટે શું ઉપાય કરવો પડે છે તેને જરા ખ્યાલ કરે? મેટે સમજણે દરદી હોય તે તેને સમજાવી ધમકાવી દવા પીવામાં આવે છે અને જે દરદી બાળક હોય તે તેને મીઠાઈની લાલળ આપીને પણ દવા પાવામાં આવે છે જેમ મીઠાઈની લાલચ આપીને પરાણે દવા પીવડાવાય છે. તે જ રીતે ધર્મ કરવાને પંથે પણ વિષય-કષાયને યથાર્થ ખ્યાલ નહીં રાખનારા માનવીઓને પરાણે પ્રેરવા પડે છે, લાલચ દેખાડીને પણ તેમને ધર્મમય જીવન ગાળનારા બનાવવા પડે છે અને એમ કરવામાં જરૂર કર્તવ્ય રહેલું છે.
પ્રભાવનામાં પતાસાં, પેંડા, નાળિયેર વગેરે વહેંચવામાં આવે છે. આપણે કબૂલ કરવું જ પડશે કે એટલી એ લાલચ છે. પણ આ લાલચ શા માટે આપવામાં આવે છે? મનુષ્યને ધર્મને પંથે પ્રેરવા માટે; નહિ કે કઈ બીજા કારણને માટે? તેમ છતાં એટલું તે કહેવું જ પડશે કે જેમ પતાસાની લાલચે દવા પીનારા દવાની મહત્તાને કે રેગની ભયંકરતાને સમજી શકેલા નથી, તેજ પ્રમાણે પ્રભાવનાની લાલચે વ્યાખ્યાન સાંભળવા આવનારાએ અથવા લાડવા માટે પૌષધ કરનારાઓ એ વ્રતને અને આત્માને લાગુ પડેલા તાવની ભયંકરતાને સમજી શક્યા નથી, આજે ભલે તેઓ લાલચથી ધર્મનું વર્તન કરી છે. આજે ભલે લાડવાની લાલચે પૌષધ કરે છે. પણ નકકી માનજે કે આજે જે કઈ જાતની લાલચથી પણ ધર્માચરણ કરે છે. તેઓ આવતી કાલથી લાલચ વિના પણ તેમ કરવાને જરૂર પ્રેરાયા વિના નહીં રહે. અજ્ઞાનીઓના કુતર્ક
બાળક માને છે. દવા પીતે નથી તેથી, તેને ગોળને લાડુ બતાવી દવા પીવી પડે છે. આ ગેળને લાડુ બાળક ન ખાય એ આપણી સૌની ઈચ્છા છે? પણ ગેળના લાડુ વિના દવા નહીં જ પીતે હોય તે “ગેળને લાડુએ ન આપે અને દવાએન આપ!”