________________
આગમત કરીએ છીએ, તે પછી તમેજ ખ્યાલ કરે કે આત્માને જે કષાયે રૂપી તાવ લાગે છે. તેને ટાળવાને માટે આપણે તેટલી જ ઉત્સુકતાથી પ્રયત્ન શા માટે કરતા નથી?
આનું કારણ એટલું જ છે કે એ આત્માને લાગેલી તાવની ભયંકરતા અને તેના જુનાપણથી આપણે અજ્ઞાત છીએ. એ ભયંકરતાને અને આત્માના તાવની મહત્તાને જો માણસને ખ્યાલ હોય તે જેમ શરીરના તાવને તે ભયંકર લેખે છે. અને તેને ટાળવાના યત્ન કરે છે. તેવા જ યત્ન તેણે આત્માના તાવ ટાળવાને માટે પણ અવશ્ય કીધા જ હેત શરીરને તાવ શરીરને નાશ કરી આત્માને છુટો પાડે પણ આત્માને તાવ એ ઝેરી છે કે ત્યાંથી જે નિગોદમાં ગયા તે ખલાસ એ તાવ આ રીતે નિગોદમાં મોકલે, તે ત્યાં ચાર ઇન્દ્રિએને લેપ એને માત્ર એક ઈન્દ્રિય હોય, તેવા ભવને જન્મ મળે છે. અને ત્યાં ભટકવું પડે છે. - તાવની શાયંકરતાની ખબર નથી કે આ તાવ ક્ષયને છે. એમ જે જાણ નથી તે માણસ ચરી પાળવાની જરૂર પણ નહીં સમજી શકે એ વાત તદ્દન વાસ્તવિક છે. જે માણસ ક્ષયની ભયંકરતા જાણતા નથી તેને તમે ચરી પાળવાનું કહેશો તમને એ તમારો શત્રુ જાણશે તમને જોશે ત્યાંથી તમારા ઉપર દાંતીયાં કરશે અને છતાંય જો તમે તેને બલાત્કારે ચરી પળાવવા જશે તે છેવટે બજાર હોટલમાં પણ જઈને તે ચરી ભાંગી આવશે, આ બધાનું કારણ એટલું જ છે કે રોગની ભયંકરતાને ખ્યાલ એ માણસના દિલમાં હજી વચ્ચે નથી.
પ્રભાવનાનું રહસ્ય
આ પ્રમાણે શ્રી જિનેશ્વર દેવ આપણા આત્મિક ધનંતરીઓનું કામ કરે છે, દાકતર તે એક ભવના શારીરિક રોગને વિનાશક છે જે દરદી રોગનું મહત્વ સમજે છે, તે રેગી તે પિતાને માટે દાક્તરની આવશ્યકતા અને તેની ઉપકારિતાને સમજી જ જાય છે