SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ આગમત ભણેલા કણબીનું માર્મિક દષ્ટાંત જૂઓ ! કેક ગામડાને કણબીને છેકરે સંજોગ મળતાં જરા ભણ્યા અને તેમાં પણ ગણિત શિ, ઉંમર કાચી અને પરણી ગયે. જાન લઈને પાછા આવતાં વચ્ચે એક મોટી નદી આવી, આગળ વરસાદ વધુ થએલ તેથી નદીમાં પાણી ઘણું, તાણ પણ ઘણી, અનુભવી ડાહ્યા ઘરડાઓએ ભવા કહ્યું, નદીનું પૂર ઓછું થયે સામે પાર જવાની વૃદ્ધોની વાતને ભણેલા કણબીએ હસી કાઢી કહ્યું કે જૂએ! પાણી કેટલું ઉંડું છે. બે ત્રણ માથડા ને ! એટલે એક માથે ડું પાણી એટલે ૫ ફૂટ ત્રણ માથડા એટલે પાંચ ગુણ્યા ત્રણ (૫*૩=૧૫) ૧૫ ફૂટ પાણી છે ને! અને આપણે જણ કેટલા છીએ! દશ પંદર જણને ! તે પંદરને દશ કે પંદરથી ભાગાકાર કરે. ગણિત મુકી કહ્યું કે એં! એકેક જણને ફાળે માંડ ૧ કુટ કે એક કુટ પાણી આવશે–એમાં શું એ તે ઘુંટણે ય પાણી નહીં પોંચે–આમાં આટલા બધા ગભરાઈ શું ગયા ! એમ કરી પોતાના કુટુંબીઓને લઈ નદી ઉતરવા માંડ્યો એટલે અધવચ્ચે ગળાબૂડ પાણીમાં-પાણીના પૂરપાટ પ્રવાહમાં ડૂબવા લાગ્યા. બીજા અનુભવી વૃદ્ધ પુરુષેએ જ ઝડપથી તે બધાને બચાવી લીધા. પણ આ રીતનું ત્રિરાશિ ગણિત મુકાય ખરું! છત્રીશ પ્રકારના આચારમાંથી પાંત્રીશ તે પાન્યા છે ને! પાંત્રીશ તે સાજા છે ને ! હવે એક ન પાળે કે ભૂલથી તેમાં ગડબડ થઈ તે વાંધ! આવું માનનાર ખરેખર પચ્ચને વિશુદ્ધ રીતે પાળી શકતો નથી. પણ પૂર્વે જણાવ્યા પ્રમાણે મલ્લિનાથ પ્રભુ અને બ્રાહ્મી–સુંદરીના પૂર્વ ભવના દષ્ટાંતની જેમ આખી આરાધના હારી જઈ, મિથ્યાત્વ આદિ અનિષ્ટમાં દુખાવું પડે છે. આચાર પાલનના ટેકામાં શું જોઈએ? àટલે પચ્ચ૦ની વિશુદ્ધિ માટે આચાર પાલનમાં જરા પણ ગરબડ ન થાય તે જરૂરી છે. સાથે જ અનાચારને પણ ત્યાગ જરૂરી છે.
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy