________________
૫૫
પુસ્તક ૨-જુ
કેમ કે-આચારના વ્યવસ્થિત પાલનથી પચ્ચ આવે છે, પણ અનાચારના પરિવારની દરકાર રાખીને પચ્ચ૦ પાળવાથી પચ્ચ૦ ટકે છે. સાનુબંધ બને છે. અને પરા કેટિએ પહોંચે છે.
પચ્ચ૦ નિયમ વ્રત કે મહાવ્રત અખલિત ક્યારે થાય, જ્યારે કે-અનાચારનો ત્યાગ માટે અને આચારના પાલન માટે જરા પણ શક્ય પ્રયત્ન કસર રાખવામાં ન આવે.
તેથી જ આ પાંચમું અધ્યયન આદરવાની દષ્ટિએ આચારાધ્યયન અને ત્યાગની દષ્ટિએ અનાચારાધ્યયન હાઈ આચારકૃત, અનાચારકૃત, અને આચારાનાચારશ્રુત એમ ત્રણ જાતના નામને વિચાર પૂર્વે વિચારી ગયા છીએ. વિધિ-નિષેધનું રહસ્ય
જ્ઞાનીઓના શાસનમાં કઈ પણ ચીજ એકાંતે કરણીય કે વજનીય નથી, સાપેક્ષ રીતે ગુરૂગમથી ચગ્ય રીતે સમજીને અમલ કે ત્યાગ કરવાનું જણાવ્યું છે.
આદરવું અને ત્યાગવું બંને એક બીજાના પૂરક હોઈ પરસ્પર સાપેક્ષ છે.
જેમ કે ચાલવું સાધુ માટે વિહિત ખરૂં! પણ ચાલવું એ એ ચાલવા તરીકે નહીં પણ જીવની જયણ જળવાય, જ્ઞાનાદિની સાધનાના લક્ષ્યથી ચાલવાનું વિહિત છે.
અન્યથા ચાલવું એ પણ અનાચાર છે.
આમ દરેક ક્રિયા અનાચાર છતાં આચાર રૂપ બને છે; આચાર રૂપ ક્રિયા પણ ક્યારેક અનાચાર રૂપ પણ બને છે.
એટલે આચાર–અનાચાર કંઈ ભિન્ન જુદી ચીજ નથી, એક જ ચીજના બે સ્વરૂપ છે. મૂળ ચીજ તે એક જ છે, પ્રભુની આજ્ઞાનું પાલન–તેને અમલી બનાવવા માટે બે પ્રકાર પરસ્પર સાધન રૂપે જણાવ્યા છે.
આચારના પાલનની શક્યતા અનાચારના ત્યાગ સાથે અને અનાચારના ત્યાગની શક્યતા આચાર-પાલન સાથે સંકળાયેલી છે.