________________
પ૩
પુસ્તક ૨-જુ કે “કરે તેને ગાય” “કાર્ય પૂર્ણ કન” “કામ કરે તે વહાલો લાગે. '
જગતને નિયમ છે “ખુશામત સહુને પ્યારી* આદિ વાક્યોથી હૈયું પરખાઈ આવ્યું કે વિનય વૈયાવચ્ચની ઉપાદેયતા, ગુણાનુરાગ, વડિલ આચાર્યોના વચને પ્રતિ આદર, પિતાની જાતને પોતાની રીતે આગળ પડતી ન માનવાની તત્પરતા આદિ જીવન શુદ્ધિના પાયાના ગુણે ઘડીભર માટે અલેપ થઈ ગયા. તેથી જ તેઓ મિથ્યાત્વે પહોંચી ઈર્ષ્યા, અદેખાઈથી સ્ત્રી–વેદને બંધ કર્યો. - મહાપુની જ્યારે વાતવાતમાં આવી દશા થાય તે પછી આપણું જેવા પામર આરાધકનું શું થાય ! આચાર–પાલનમાં સાવધાનીની જરૂર
બ્રાહ્મી-સુંદરી કે શ્રી મલ્લિનાથ પ્રભુને જીવનમાં એકાદ વાર થયેલ આવી પરિણતિની મલિનતા કેટલી ખતરનાક નિવડી? એ વાતના ગંભીર મર્મને ધ્યાનમાં રાખી પચ્ચ૦ની આરાધના શુદ્ધિ માટે આચારના પાલનમાં ક્યાંય પણ જરા જેટલી ખામી ન રહેવી જોઈએ. એકાદ અનાચારનું અજાણયે પણ સેવન ન થવું જોઈએ. એ માટે પૂરતી તકેદારી રાખવી જોઈએ. અનાચારના ત્યાગમાં થતી બેદરકારી અનિષ્ટ છે
લૌકિકમાં શ્રી કૃષ્ણ કંસ (શિશુપાલ)ના ૧૦૦ ગુન્હા માફ કર્યાનું કહેવાય છે, પણ અહીં તે એક અનાચારનું અજાણ્ય પણ થઈ જતું સેવન સંતવ્ય નથી, જે એ રીતે સંતવ્ય હોય તે બ્રાહ્મી-સુંદરી અને શ્રી મલ્લિનાથ પ્રભુના જીવને સ્ત્રી વેદ અને મિથ્યાત્વને પ્રસંગ ન આવત.
પાંચ આચારના ૩૬ ભેદ પૈકી પાંત્રીશના પાલનની બરાબર તત્પરતા કેળવી, પણ એક અનાચાર પેસી ગયા અને એક આચારનું પાલન ન થયું તે, પાંત્રીશ તે પાળ્યા છે ને! એકનું શું! એવી ત્રિરાશિનું ગણિત ન ચાલે!, આત્મશુદ્ધિના ધ્યેય પર જે એવું ગણિત મુકવામાં આવે તે “ભયે કણબી કુટુંબ બોળે? કહેવત મુજબ થાય !