________________
પુસ્તક ૨-જુ
જ્યારે સામાયિક-પૌષધની પ્રતિજ્ઞામાં રેનિ-હિરની વ્યવસ્થા છે.
કેમકે સામાયિક-પૌષધ આદિના પચ્ચક્ખાણ હિંસા આદિ મૂળ ભૂત પાપને રોકવા માટે હેઈ તેમાં જવાબદારી છે કે પિતે તે જાતની પ્રતિજ્ઞા લીધી હોય તે જ બીજાને તે પચ્ચેની પ્રતિજ્ઞા કરાવી શકે !
વળી આ બધી વ્યવસ્થા પાછળ જ્ઞાનીઓને ગંભીર આશય એ રહ્યો છે કે આત્માના મૂળભૂત સ્વભાવ રૂપ ચારિત્રની આડે આવનારા હિંસા આદિ પાપને રોકવાની પ્રતિજ્ઞાની જવાબદારી તે જ બીજા પર લાદી શકે છે કે સ્વયં યથાયોગ્ય રીતે તે જવાબદા રીને વફાદાર હાય.
જ્યારે નવકારશી–પોરસી આદિ પચ્ચકખાણે ઉત્તરગુણ પચ્ચ૦ તરીકે જીવન–શુદ્ધિના અંગ રૂ૫ છે, તેથી તેમાં સ્વયં એકાસણું– આંબિલ–ઉપવાસ કરેલ હોય તે જ બીજાને તે પચ્ચ૦ કરાવી શકાય તે નિયમ નથી જણાવ્યું.
આ બધા વિવેચનના આધારે સમજાય છે કે-પૂ. શીલાંકચાર્યજી મ. પચ્ચ૦ રૂ૫ ઈમારતના પાયા તરીકે આચાર શુદ્ધિને જણાવે છે.
પૂ આ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજી મ. પણ “સમ્ય પ્રકારે આચારમાં વ્યવસ્થિત હોય તે પચ્ચને અધિકારી” વ્યાખ્યાન કાર મહર્ષિના આ શબ્દોના મર્મને વધુ સ્પષ્ટ કરવા આચાર શબ્દના ચાર નિક્ષેપો જણાવવા દ્વારા આ વાતનું સમર્થન કરે છે.
તે આ પ્રમાણે
વ્યવહારમાં જોઈએ છીએ કે ચીજ ગમે તે હોય પણ તેના ચાર સ્વરૂપ આબાલગોપાળ તુર્ત પ્રતીત થાય છે.
નામ, આકાર, ચીજ, અને તેનું કાર્ય જેમ કે-ઘડિયાળ.