________________
આગમત ઘડિયાળ તે નામ, તેને અમુક આકાર, ઘડિયાળ એક ચીજ અને તેનું સમય બતાવવાનું કાર્ય–આ ચાર ચીજે ગમે તે અલ્પજ્ઞને પણ તુત સમજાય છે.
નામ-નિક્ષેપ એટલે જે ફક્ત વસ્તુનું પરિચાયક હેય પણ શબ્દના અર્થ સાથે જેને કંઈ સંબંધ ન હોય તે.
સ્થાપના નિક્ષેપ-એટલે જેમાં નામ સાથે આકારની મુખ્યતા હાય, જેમ કે રૂપીયાની છાપવાળી ને કે સિકકા તે તે કિંમતવાળી ગણાય છે. અહીં સ્થાપના=સિક્કા છાપની મુખ્યતા છે.
સાંપ્રદાયિક આગ્રહથી દોરવાયેલ કેટલાક સ્થાપના નિક્ષેપને અમાન્ય કરે છે. પણ વ્યવહારમાં ચલણી નોટોનું જે સામ્રાજ્ય છે, સંપત્તિ, ધનને જે કુગા ભલભલાને પણ મુગ્ધ કરે છે. તે બધી સ્થાપના નિક્ષેપની જ બલિહારી છે.
ચલણ નેટે કે સિકકામાં માત્ર છાપ છે, છતાં દુનિયામાં તેનું મહત્વ કેટલું બધું છે? તે પછી આત્મકલ્યાણ માટે અનન્ય સાધનભૂત શ્રી તીર્થંકર દેવની મૂર્તિમાં સાક્ષાત વીતરાગની મુદ્રા અંકિત હોય તે તે સ્થાપના નિક્ષેપ અમાન્ય શી રીતે ?
હજાર દશ હજાર કે લાખ રૂપિયાના ચેકને જીવની જેમ સાચવનાર “સ્થાપના નિક્ષેપને અમે માનતા નથી કે જડ મૂર્તિ શા કામની” આદિ કયા મેંઢે બોલી શકે?
આ દુનિયામાં જે પક્ષ કે સંપ્રદાય ખાસ કરીને મૂર્તિને ન માનવાને ઝંડો લઈને ફરે છે તે આર્યસમાજી વગેરે જ્યાં જ્યાં લાગ મળે ત્યાં મૂર્તિનું ખંડન જેશરથી કરતા જ હોય છે, કેમકે વ્યવહારમાં દેખાય છે કે-નકલી ચીજ અસલ કરતાં દેખાવમાં વધુ હેય, કુલીન બાઈઓ જેટલી લાજ ન કાઢે તેથી વધુ વેશ્યાએ પ્રસંગ આવે ત્યારે ઢંગ-દંભ રૂપે લાજમર્યાદા રાખે.
એટલે આર્યસમાજીએ એક જ વાત-મૂર્તિ ન માનવીને જોરથી પ્રચાર કરતા હોય છે. ખરેખર એ લેકે અજ્ઞાનમૂઢ બની સ્વ-પરનું ભયંકર અહિત કરતા હોય છે.