________________
૨૫
પુસ્તક રજુ કલિકાલસર્વજ્ઞના લેકનું રહસ્ય
આ પ્રમાણે એક બીજો લેક છે, તેમાં પણ અધૂરી સમજણથી ગોટે વળે છે.
"भवबीजांकुरजनना, रागाद्या क्षयमुपागता यस्य ।
ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥" કલિકાલસર્વજ્ઞના અર્થગંભીર આ લેકને ખૂબ જ વિકૃત રીતે આજે ઘટાવાય છે.
પણ ખરી રીતે આશય એ છે કે
સંસારને નવપલ્લવિત કરનાર રાગ-દ્વેષ–મેહ રૂપ બીજ જેના નષ્ટ થઈ ગયા છે, તે જ ખરેખર સુદેવ છે. આવા સ્વરૂપવાળા નામથી ભલે ને બ્રહ્મા હાય, વિષ્ણુ હોય કે મહાદેવ હાય !
એટલે આમાં ઝેક શેના પર છે? “બધા દેવ બરાબર !નામને ભેદ ભલે રહે!” એ વાત પર ઝેક નથી, પણ સુદેવત્વની અસલી વ્યાખ્યા રૂપે સંસારને ઉપજાવનાર રાગાદિ દૂષણો જેના જીવનમાંથી મૂળમાંથી ક્ષીણ થઈ ગયા છે. તે જ દેવ નમસ્કરણીય છે. એ વાત ઉપર ઝોક છે.
જે હરિ–હરાદિમાં રાત્રાદિ દૂષણોને સર્વથા અભાવ હોય તે મને હરિહરાદિ નામથી ભડકામણ નથી, પણ હરિ-હરાદિના જગપ્રસિદ્ધ સ્વરૂપના વર્ણનમાં ભારોભાર ડગલે ને પગલે સામાન્ય માનવીને ન છાજે તેવા વિષમ રાગ દ્વેષના ઉછાળા દેખાય છે, કે જેને ઈશ્વરની લીલાના નામે ઢાંકવામાં આવે છે.
આ રીતે ગુરૂગમથી પરમાર્થ પામ્યા વિના સ્વચ્છેદ મતિકલ્પનાથી જે તે ભળતી વાતે આપણું બુદ્ધિની વિકૃતિથી ઉપજાવી શાસ્ત્રોના રહસ્ય-દર્શી મહાપુરૂષના વાકની કિંમત ઘટાડવી ઉચિત્ત નથી ! દષ્ટિસમેહનું રહસ્ય
મૂળ મુદ્દાની વાત અહીં આપણે એ વિચારવાની છે કે.. આપણે મહાવ્રત કહીએ, જેનેતરે યમ, નિયમ કે કુશળધર્મ આદિ કહે તે શબ્દને શે ઝગડે? અને તેમાં પૂ આ શ્રી હરિભદ્રસૂરિ