________________
આગમત
મા નું વચન ટાંકી શબ્દભેદથી ઝગડે કરે તે દષ્ટિસંમેહ નામે અધમ દેષ ગણાય એમ રજુઆત કરીએ, તે કેટલી બેહૂદી છે? એ સમજવા જેવું છે.
પૂ૦ આ૦ શ્રી હરિભદ્રસૂરિ મના વચને ગંભીર હોય છે, તેને વિચાર પણ ઉપલક બુદ્ધિથી ન થાય, તેના માટે આપણે પણ ગંભીર થવું પડે, તે રીતે વિચારીએ તો જ તેમના વચનેની યથાથતા સમજાય !
વાત એ છે કે-શબ્દને ઝગડો વ્યાજબી નહીં, એટલી અધુરી વાત પકડવાથી ન ચાલે, તેની પૂર્વે શું કહ્યું છે તે ધ્યાનથી જુઓ!
ગુ તતુ તવે.” એટલે શબ્દભેદ ભલે રહ્યો, પણ બંનેનું સ્વરૂપ એકસરખું હેવું જોઈએ, જેમકે ભાતને સાંવ, સોન કે RICE (રાઈસ) કહે પણ સ્વરૂપ તે સરખું જ છે ને! ભાત, વાવ,
ન, કે RICE(રાઈસ) શબ્દભેદ છતાં ચીજ તે એક જ સ્વરૂપમાં સામે આવે છે. તે આવા પ્રસંગે ઝગડો કરે તે દષ્ટિસંહ ગણાય.
પણ જ્યાં સ્વરૂપમાં જ ગોટાળે હાય, માત્ર શબ્દભેદ નહીં પણ સ્વરૂપભેદના કારણે કંઇના બદલે કંઈ સમજાવાતું હોય ત્યાં તે ગંભીરતાથી વિચાર કરવું જ પડે, એને કેઈ ઝગડે કે શબ્દની લડાઈ રૂપે ઘટવે તે તેની બુદ્ધિની ઓછાશ જાણવી, પણ તેથી કંઈ ભળતી ચીજોને સ્વીકારી અસલી ચીજ છોડી દેવી? - આ રીતે વસ્તુને વિચાર અસલી રીતે તાત્વિક ધોરણે ન કરાય તે ઘણી વાર આવા શાસ્ત્રવાક્યો છે કે સમ્યક્ત્વ-શ્રદ્ધાને નિર્મળ રીતે ટકાવનાર છે તે પણ સમ્યકત્વને ધક્કો લગાડનાર થઈ જાય.
એટલે મૂળ સ્વરૂપમાં ફેર ન હોય તે નામને ઝગડે ઈષ્ટ નથી. આપણે હિંસા આદિનો ત્યાગ રૂપ પાંચ મહાવ્રત માન્યા. બીજાઓએ યમ, નિયમ, શિક્ષા, કુશળધર્મ આદિ માન્યા, અહીં શબ્દને ઝગડો નથી. પણ સ્વરૂપમાં જ ફરક છે. '