________________
પુસ્તક ૨-જુ વસ્તુ-સ્થિતિનું નિરૂપણ કરવું એ કંઈ ગુન્હ નથી
ઝવેરીની સામે અસલી હીરો અને નકલી હીરે બંને લઈ જાઓ પછી બરાબર તપાસ કર્યા બાદ ઝવેરી હીરાની કિંમત હજાર કે લાખની કહે અને બનાવટી હીરાની કિંમત મામૂલી બતાવે તે એમાં કંઈ ઝવેરી રાગ-દ્વેષ કરે છે એમ તે ન જ કહેવાય ! રહસ્ય પૂર્ણ અન્ય વાક્યો
આ વાત વાત પૂજ્ય આ૦ હરિભદ્રસૂરીશ્વરજી મ. બીજે પણ જણાવે છે કે “ ઇશૈવ સ્વર પક્ષપાત ” તથા લઘુહરિભદ્રાચાર્ય પૂ ઉપાઠ શ્રી યશોવિજયજી મ. પણ ફરમાવે છે કે
રવામં ાનમાળા, ષનાજ્ઞાત riામના ન થાયત્યાનો વા, રિતુ મધ્યથા ૨ ”
[ શ્રી જ્ઞાનસાર અષ્ટક ૧૬ ૦ ૭ ] અર્થાત્ “જિનશાસનના આગમને રાગ માત્રથી સ્વીકારતા નથી તેમ બીજાના શાસ્ત્રોને ઠેષ માત્રથી છોડતા નથી, પણ મધ્યસ્થ દષ્ટિથી ગુણ-દોષની પરીક્ષા કરવા પૂર્વક જિનશાસનના આગમે હિતકર જણાયા તેથી તેને સ્વીકાર કરીએ છીએ અને અન્ય શાસ્ત્રો તાત્ત્વિક દષ્ટિથી ગ્ય ન હોઈ તેને ત્યાગ કરીએ છીએ.”
ટૂંકમાં કહેવાની વાત એ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ઘણે તફાવત છે.
મેં પકડ્યું તે સાચું ! વસ્તુના સત્ય સ્વરૂપની જ્યાં દરકાર ન હોય તેનું નામ અંધશ્રદ્ધા! કાલાન્તરે તે પક્ષપાત રૂપે પરિણમે.
પણ! ગુરૂકૃપાએ સત્ય વસ્તુને ઓળખવાની તાત્વિક દષ્ટિ સાંપડી હોય અને તેના બળે હીરા-પત્થરને ભેદ પરખાય, જિનશાસન હીરા જેવું લાગે અને અન્ય ધર્મો પત્થરા જેવા લાગે તેથી સાહજિક રીતે જિનશાસન પર રૂચિ અને અન્ય મતે પર અરૂચિ થાય, તે તે કંઈ રાગ-દ્વેષ ન ગણાય.