SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ આગમત વ્યાખ્યા કરવી, જ્યાં વધુ ખબર ન હોય તે ત્યાં. જઘન્યથી નામ, થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપનું વર્ણન તે કરવું જ ! કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યશ્રીએ પણ તીર્થકરોની લેકે ત્તર ઉપકારિતા દર્શાવતાં જણાવ્યું છે કે નામા-તિ-–ા, પુનાન્નિનળકનારા क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥ અર્થાત્ સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી ત્રણે જગતના પ્રાણીઓને પવિત્ર કરતા અરિહંતની ઉપાસના કરીએ છીએ. આ શ્લોકથી ચાર નિપાનું વિશિષ્ટ મહત્વ જણાય છે. જઘન્યથી પણ ચાર નિક્ષેપો કેમ? આ ઉપરથી એમ નક્કી થયું કેઓછામાં ઓછા પણ દરેક વસ્તુના ચાર નિક્ષેપ થાય જ ! તેનું શું કારણ? એ વિચારતાં સ્પષ્ટ જણાય તેમ છે કે દુનિયામાં શબ્દને વ્યવહાર નામ, આકાર, ભૂત કે ભવિષ્યની સ્થિતિ અને વર્તમાનકાલીન સ્થિતિ આ ચાર બાબતને લઈને જ થાય છે. કેટલાક શબ્દો એવા પણ છે જે કે ઉપર બતાવ્યા તે ચાર કરતાં વધુ બાબતે સાથે પણ સંકળાયેલ હેય. - તે શબ્દ વ્યવહાર કરવા માટે જેટલી બાબતે તે પદાર્થની સાથે સંકળાયેલી હોય તે સઘળી નિક્ષેપ તરીકે કહેવાય. ઓછામાં ઓછી નામ, આકાર, ભૂત-ભવિષ્યની સ્થિતિ અને વર્તમાનકાળનું સ્વરૂપ આ ચાર તે દરેક પદાર્થમાં હોય જ! માટે જઘન્યથી પણ દરેક પદાર્થના ચાર નિક્ષેપ (નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ) થાય.
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy