________________
પુસ્તક રજુ
૨૭ નામાદિ ચાર નિક્ષેપ સમજવા માટે વ્યવહારૂ દષ્ટાંત
દુનિયામાં જોઈએ છીએ કે કોઈ પણ ચીજના આકાર અને તેના નામ ઉપરથી અમુક જાતને વ્યવહાર નક્કી થાય છે.
જેમ ઘડિયાળ તે બધી ખરી! પણ અમુક આકાર અને કંપનીની એટલે તેના આકાર આદિ ઉપરથી ઘડિયાળની જાતે જુદી જુદી ગણાય તે રીતે પદાર્થની ભૂત-ભવિષ્યની અને વર્તમાનકાળની સ્થિતિ ઉપરથી પણ વ્યવહાર થાય છે. - જેમ કે હું બેલું કે એ! તમે પૂછે કે શું કહ્યું? હું કહું કે એશે. આ નામ નિક્ષે થયે.
પછી એ કે તે આવે ! અથવા સાધુના ચિત્રમાં ઘાની આકૃતિને અનુલક્ષી કઈ પૂછે કે આ શું? તે કહે કે એ આ સ્થાપના નિક્ષેપ થયે.
વળી કઈ બાઈ સાધુ મહારાજને વહેરાવવા માટે એઘાની દશીઓ વણવા માટે ઉનની કોકડીઓ લઈ બેઠી.–કઈ પૂછે કે બહેન ! શું છે આ ! શું કરે છે? તે કહે કે–એ બનાવું છું. ભલે પંદર દિવસ પછી એ (દશીએ) તૈયાર થાય.
આ દ્રવ્ય નિક્ષેપ થયે-કેમકે એઘાની ભવિષ્યકાલીન સ્થિતિ આશ્રી વ્યવહાર થાય છે.
વણેલી દશી એવાળા સુંદર રીતે બાંધીને તૈયાર કરેલ રજોહરણને પણ એ કહીએ છીએ. તે ભાવ નિક્ષેપ થયે. કેમકે એવાની વર્તમાનકાલીન દશાના આધારે વ્યવહાર થાય છે.
આ રીતે નામ, આકાર, કારણ અને કાર્ય એ ચાર રીતે દરેક પદાર્થને ઓળખાવવા માટે જરૂરી છે.
ખરેખર પદાર્થ માત્રને સાચા સ્વરૂપમાં ઓળખવા આ ચાર બાબતે જરૂરી છે.
તેથી જ ચારે નિક્ષેપ સાર્વત્રિક છે.