________________
(
केवलिपण्णत्तं धम्म सरणं पवजामि
પુસ્તક
પુસ્તક
શા સ ન એ જ શરણુ
6 (ગતાંકથી ચાલુ) મોહને આધીન બનેલ શુદ્ર જીવે બીજાની સારી વર્તણુંકને જોઈ શકતા નથી, દોષદષ્ટિને આધીન બની બીજાને હલકા પાડવાની સુદ પ્રવૃત્તિ કરે છે અને પિતાની સમાન કેઈ પણ હોય તેવું તે માનતા જ નથી. પૂર્વાચાર્યોના ગ્રંથમાંની પણ ફક્ત એક જ પંક્તિને ઉદ્દેશ (ભાવ) તારવવાનું એને કહેવામાં આવે તેટલામાં જ અકળાઈ જાય, એવા તે બુદ્ધિમાન () છતાં પણ એ સર્વજ્ઞનું શરણ સ્વીકારતા જ નથી !!! આ ઉપરથી બુદ્ધિમત્તાનું માપ તે જણાઈ આવે છે. છતાં આંખ આડે પડળ હોય કે ઊંધા ચશ્મા પેહર્યા હોય ત્યાં સમજાવવાથી પણ શું વળે?
આવાએ અર્થનો અનર્થો ને અનર્થોના અર્થો ઉભા કરવામાં પુણ્ય પાપને ડર ન રાખતા હોય એમાં નવાઈ પણ શું કરેલ અર્થ એને અનર્થરૂપે સમજાય તેયે અનર્થને જીવતે રાખી વિક્ષેપનું વાતાવર ઉભું કરે છે. પરિણામે અનેક દુર્ગતિએ તે વેઠવાની જ છે. એ એમને ક્યાંથી સમજાય? જન્મ-મરણને ભય જાગ્યે હોય તે ને?