________________
આગમત જને નવસારના ભાવથી મરીચિના ભાવમાં પણ ભગવાન મહાવીર મહારાજના ભાવમાં વેદવાના તીર્થંકરનામકર્મને બંધ ન હેય તે સ્વાભાવિક છે, કેમકે ખૂદ મરીચિન ભવથી પણ મહાવીર મહારાજને સમય કડાકડિ સાગરોપમ છે.
આ ઉપરથી સ્પષ્ટ થશે કે ચક્રવર્તી ભરત મહારાજે મરીચિને ભવિષ્યમાં ચરમ તીર્થકર મહાવીર મહારાજ થવાના જાણીને “તારા આ જન્મને નથી વાંદો, તારા પરિવાજકપણને નથી વાંદ” આમ કહી પોતાના વહાલા પુત્રની પણ નિર્ગુણ અવસ્થા અને તેને લીધે તેની અવંદનીયતા સ્પષ્ટપણે જણાવી, માત્ર ભવિષ્યના તીર્થંકરપણને અંગે જ વંદન કર્યું છે તે વખતે પણ ભગવાન્ મહાવીર મહારાજના જીવ મરીચિને આ તીર્થ કરનામકર્મને બંધ પણ ન હતું. જો કે ચક્રવર્તી ભરત મહારાજને તે તીર્થકર મહારાજ પ્રતિ અપૂર્વ પ્રેમ હતો અને તેથી તેમણે તે વર્તમાન દશાને તિરસ્કારીને પણ ભવિષ્યની તીર્થકર પણાની અવસ્થાને અંગે વંદન કર્યું.
અર્થાત્ તીર્થંકરનામકર્મ ભગવાન્ મહાવીર મહારાજે મરીચિના ભવ પછી કઈ પણ ભવમાં બાંધ્યું હોય તે પણ ભગવાન હરિભદ્રસૂરિજીના લલિતવિસ્તરાના કથન પ્રમાણે “તીર્થ. કર મહારાજના છવામાં વિશિષ્ટ પ્રકારનું તથાભવ્યત્વ સમ્યકત્વની પ્રથમ પ્રાપ્તિ પહેલાં પણ હોય છે એ વિશિષ્ટ તથાભવ્યત્વને અનુસારે નયસારના ભાવમાં પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત થવા પહેલાં પણ વિશિષ્ટ તથાભવ્યત્વ હોય અને તેમનામાં પરહિતરતપણું હોય એમાં કંઈ નવાઈ નથી, માટે ભગવાન મહાવીર મહારાજના પરહિતરતપણાને વિચાર નયસારના ભાવથી કરીએ તે તે ગ્ય જ ગણાશે.
આ પુસ્તક શ્રી આગદ્ધારક ગ્રંથમાળા, કપડવંજ માટે શ્રી વસંત પ્રિન્ટીંગ પ્રેસ–ઘીકાંટા રોડ, અમદાવાદ છાપ્યું.