________________
૫૮
આગમજાત સંભવ જાણ્યા છતાં તથા તે નિવારવા માટે ઇંદ્રની ભક્તિભરી માગણી છતાં જે ઈંદ્રને વૈયાવચ્ચ માટે રહેવાને નિષેધ કરવામાં આવે તે ત્રિલોકનાથની બીજાના ઉપકાર તળે નહિ રહેવાની ઉત્તમતમ દશાને સૂચવનાર છે,
આમ છતાં પણ ઇંદ્રમહારાજ મરણુત ઉપસર્ગ કરનારા લુહાર વિગેરેને તેમજ અગ્ય રીતિએ ઉતારી પાડી અપભ્રાજના કરવા તૈયાર થએલા અચ્છેદક વિગેરેને જે શિક્ષિત કર્યા છે તથા પુષ્પક નામના સામુદ્રિકને ભગવાનનું યથાસ્થિત સ્વરૂપ જણાવી સમૃદ્ધિ પાત્ર કર્યો છે, તેમાં જે કે ઈંદ્રની વૈયાવચ્ચ કરવાની બુદ્ધિ છે તે પણ ભગવાન મહાવીર મહારાજે વૈયાવચ્ચને નિષેધ કરેલ હોવાથી ઇંદ્રના ઉપકારમાં આવેલા ગણાય નહિ. ભક્તોની વિશિષ્ટ ફરજ
ઇ વૈયાવચ્ચ માટે કરેલી શિક્ષાથી ઇંદ્રની ઉપર કેટલાક અણ સમજુ લેક અમાનુષતાને આરેપ કરે છે, પણ તેઓએ ઈંદ્રની ભક્તિ, મરણ અને અપભ્રાજનાની અનિવાર્યતા વિચારી નથી. તેમજ શ્રી ઉત્તરાધ્યનસૂત્રમાં હરિકેશીમુનિને ઉપદ્રવ કરવા તૈયાર થએલા અધ્યાપક અને તેને શિષ્યને લેહી વમતા કર્યા, અંગોપાંગ ઉતારી નાખ્યાં, છતાં એ બધું કરનાર તિહુકવૃક્ષવાસી યક્ષને સૂત્રકાર વૈયાવચ્ચ કરનાર જ ગણે છે.
યાદ રાખવું જરૂરી છે કે મહાપુરુષ તરફ અગ્ય વર્તન કરનારનેતે મહાપુરુષના ભક્તો યથાશક્તિ શિક્ષા કરે જ છે અને જેઓ તેવા પ્રસંગે યથાશક્તિ શિક્ષા ન કરે તે તેઓની ભક્તિ અને વૈયાવચ્ચમાં ખામી ગણાય એ સ્વાભાવિક જ છે. જો કે ઉપદ્રવ કરનારને કરાતી શિક્ષાની માત્રાને નિર્જરાના માપ સાથે સંબંધ નથી, તે પણ ભક્તિના તીવ્રરાગને અંગે આવેલે આવેશ કઈ પણ પ્રકારે દબાઈ શકે જ નહિ. તે આવેશનું ન આવવું, કે આવેશ ન આવવાને લીધે તેને દબાવવાની જરૂર ન પડવી એ વીતરાગ સર્વજ્ઞ ભગવાનને અથવા તે ભકિતહીનને જ બની શકે.