________________
પુસ્તક ૧-લું
૫૭ શકેંદ્ર જાણતા હતા કે તીર્થકર ભગવાનેને કેવળજ્ઞાન થવા પહેલાં જ ઉપસર્ગોની સંભાવના હોય છે, પણ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી તીર્થકર ભગવાનેને ઉપસર્ગો હેતા નથી. ભગવાન્ મહાવીર મહારાજને કેવળજ્ઞાન થયા પછી સાડાતેર વર્ષે ગોશાલા તરફથી જે ઉપસર્ગ થયે તે આશ્ચર્યરૂપ અને ઘણી જ વખતના આંતરે હોઈ તેની વિવફા જણાવી નથી.
ભગવાન્ મહાવીર મહારાજે શકેંદ્રની તે માગણી કબુલ ન કરી તે એમ કહીને કે “કેઈપણ તીર્થકર કેઈપણ સુરેન્દ્ર કે અસુર ન્દ્રની મદદથી પરિષહ, ઉપસર્ગો જીતીને કેવળજ્ઞાન મેળવતા નથી.” ઉપસર્ગ, કે અભિગ્રહમાં અવધિજ્ઞાનને ઉપગ ન
મુકવાને મમ. જે કે ભગવાન મહાવીર મહારાજનું શકેંદ્રના અવધિજ્ઞાન કરતાં પણ વિશાળ અવધિજ્ઞાન હતું, પણ અવધિજ્ઞાનને સ્વભાવ એ છે કે તેના દ્વારાએ અવધિજ્ઞાનવાળો જીવ ઉપગ મુકે તે જ જાણી શકે. ઉપગ મુકવાની જરૂર ન હોય અને પ્રત્યેક સમયે સર્વ દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ આપોઆપ સ્વાભાવિક ઉપગથી જણાતા હોય તે તે સામર્થ્ય માત્ર કેવળજ્ઞાનનું જ છે. ભગવાન મહાવીર મહારાજના પિતાના વિસ્તીર્ણ અવધિજ્ઞાનથી છઘસ્થપણાના સાડાબાર વર્ષમાં થનારા ઉપસર્ગોને જાણી શક્ત પણ ઉપસર્ગ, પરિષહ કે અભિગ્રહમાં તે મહાપુરુષે અવધિજ્ઞાનને ઉપયોગ કરેલો જ નથી.
વાસ્તવિક રીતિએ અચાનક અજાણપણે આવી પડેલા પરિષહઉપસર્ગોના સહનમાં કે પાલન કરાતા અભિગ્રહમાં રોમાંચ ન થવાનું કે કંધના અભાવપૂર્વક સહન કરવાનું સામર્થ્ય જેવું અદ્વિતીય ગણાય તેવું જાણ્યા પછી તે સહન કરવામાં ગણાય નહિ તેમજ હેય નહિ તે સ્વાભાવિક જ છે. . આવી રીતે પિતે અવધિજ્ઞાનના ઉપયોગદ્વારાએ ઉપસર્ગ નહિ જોયા તે પણ શકેંદ્રના કથનથી અત્યંત ઘોર પરિષહ, ઉપસર્ગોને