________________
૫૬
આગમત
જ્ઞાન નથી થતું એમ નહિ, પણ જેઓ ગર્ભથી અપ્રતિપાતી ત્રણ જ્ઞાનવાળા છે, કેટલીએ મુદતથી ચારિત્રના પરિણામવાળા છે અને સાથે બબ્બે વરસ સુધી જેઓએ સચિત્ત આહારને ત્યાગ કર્યો છે, પિતાને માટે આહારપચનાદિકને પણ પ્રતિબંધ કરેલ છે, ગૃહસ્થાવસ્થામાં અત્યંત જરૂરી લાગતા સ્નાનાદિકને પણ ત્યાગ કરે છે, એવા ભગવાન મહાવીર મહારાજને પણ સર્વ સાધના ત્યાગની પ્રતિજ્ઞા ન કરી ત્યાં સુધી સાધુપણું ગણાયું નહિ, તેમજ મન:પર્યવજ્ઞાન પણ થયું નહિ, અને જે ક્ષણે સર્વ સાવધનાત્યાગની પ્રતિજ્ઞા કરી તે જ ક્ષણે તેઓશ્રીને બીજા તીર્થકરોની માફક મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું છે. શકની ભક્તિમૂળક ચિંતા અને ભગવાનની ધીરતા.
વળી દ્રવ્યપૂજા વખતે એ પણ વિચારવું જરૂરી છે કે-સર્વ સાવાને ત્યાગ કર્યા પછી અને તે સર્વ સાવઘત્યાગને લીધે મન પર્યવજ્ઞાન થયા પછી પણ દેવતા, મનુષ્ય કે તિર્યંચના સ્વાભાવિક કે કૃત્રિમ ઉપસર્ગો તથા આવી પડતા સુધાદિ અને દેશમશકાદિ પરિષહેને નિવારવામાં કે સહન કરવામાં કોઈની પણ સહાયની અપેક્ષા રાખતા નથી કે લેતા નથી.
ઋષભાદિ ચોવીસે તીર્થકરમાં ઘેર ઉપસર્ગ અને પરિષહે સહન કરવાને પ્રસંગ વધારે જો કેઈને પણ હોય તે તે ભગવાન મહાવીરને જ હતા અને તે મહાપુરુષ તેવા ભયંકર પ્રસંગમાં મેરૂ માફક નિષ્કપ રહ્યા અને તેથી જ કેવળ તે ભગવાન્ મહાવીર મહારાજનું નામ તમને મi મહાવીરે કહીને જાહેર કર્યું.
આ સર્વ ઉપસર્ગોને પ્રસંગ પણ મહાવીર મહારાજના દીક્ષાકલ્યાણકના ઉત્સવ પ્રસંગે આવેલા શકના ધ્યાનમાં આવ્યું. અને તે ઉપસર્ગોને પ્રસંગ વિચારતાં શદ્રના ચિત્તમાં ચિંતા થવા લાગી અને તે ઉપસર્ગોને નિવારવા માટે દેવકના દેવતાઈ સુખની દરકાર કર્યા વગર ભગવાન મહાવીર મહારાજની સેવામાં તેઓશ્રીને કેવળજ્ઞાન થાય ત્યાં સુધી રહેવાની માગણી કરી.