________________
પુસ્તક ૧-લું અર્થાત્ આકર્ષના વચલા વખતમાં વ્યવહારવાળું કેવળ વેષધારીપણું જ છે એમ કહીએ તે ચાલે. જ્ઞશરીર કે ભવ્ય શરીર નિક્ષેપમાં ભૂત કે ભાવિના પરિણામી કારણની અપેક્ષાએ દ્રવ્ય નિક્ષેપે ગણવામાં આવે છે, તે અપેક્ષાએ જોકે આકર્ષની વખતે પણ દ્રવ્યસાધુપણું માની શકે, પણ આકર્ષની વખતે ભાવસાધુપણાને લાયકને વ્યવહાર અને વેષ હાઈ ભાવસાધુપણાની પરિણતિ વર્તમાનમાં ન હેઈ, ભૂત અને ભવિષ્યમાં ભાવસાધુપણાની પરિણતિ થએલી હોવાથી તે આકર્ષની સ્થિતિને વ્યતિરિક્તનિક્ષેપમાં અપ્રધાનપણથી વ્યવહારવાળા જેવો ગણ દાખલ કરી શકાય.
વળી ઉપર જણાવેલ વિવિધ પ્રકારના સાધુ ભાવસાધુપણાની કિયાને આચરનારો હોવાથી તેને જ્ઞશરીર કે ભવ્ય શરીર તરીકે ગણી શકીએ નહિ, કેમકે જ્ઞશરીર અને ભવ્ય શરીર નામના નિક્ષેપમાં ભાવનિક્ષેપાની પ્રવૃત્તિ અને વેષને વાર્તા માનિક સંબંધ હેતે નથી, પણ વ્યતિરિકતનિક્ષેપમાં વેષ અને વર્તનમાં વાર્તમાનિક સંબંધ હોય છે, અને તે વાર્તામાનિક વેષ અને વ્યવહારના સંબંધને લીધે જ ભાવપરિણતિએ શૂન્ય એવા જીવને પણ ભાવપરિણતિવાળે માનનાર જીવ મિથ્યાત્વગુણઠાણે ગણાતે નથી; અર્થાત્ વેષ અને વર્તનના વર્તમાનક સંબંધ વગરના જીવને સુસાધુ તરીકે માનનારો મનુષ્ય જેમ મિથ્યાત્વગુણઠાણે રહેલે ગણાય તેમ સાધુના વેષ અને વર્તનના વાતમાનિક સંબંધવાળા જીવમાં ભાવસાધુપણું ન હોય તે પણ તેને ભાવસાધુ તરીકે માનનાર મનુષ્ય મિથ્યાત્વી ગણતું નથી. એ સમગ્ર પ્રતાપ આ વ્યતિરિક્તનિક્ષે પાને જ છે.
તેથી જ શાસ્ત્રોને અનુસરતી જીવાદિ તની યથાસ્થિત પ્રરૂપણા કરનારા છ સ્વયં અભવ્ય કે મિથ્યાદિષ્ટ હોય તે પણ તેઓને શાસ્ત્રકારે દીપક નામનું સમ્યક્ત્વ માને છે, એટલું જ નહિ પણ તેવા દીપક સમ્યક્ત્વવાળાથી પ્રતિબધ પામનારા છે તે સાધુના વેષ અને વર્તનમાં રહેલા અને શુદ્ધ સમ્યકત્વથી રહિત એવાને