________________
४८
આગમત
હકીકત તે આવા શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજના અધિકારમાં ઈતર વીર (સુભટને) જે દ્રવ્યવીર તરીકે જણાવ્યા છે તે આરાધ્ય પક્ષને અંગે કઈ પણ જાતે ઉ૫યેગી ન હોઈ માત્ર વ્યવહારથી જ તેઓ વીર કહેવાતા હોઈ વ્યતિરિક્તનિક્ષેપામાં અપ્રધાન તરીકે જણાવેલા છે, અને તેથી તેવા વીરેની પ્રધાનતા હેતી નથી, પણ જેઓ અપ્રધાન વીર ન હઈ જ્ઞશરીર, ભવ્યશરીર વીરની માફક વ્યતિરિત દ્રવ્યવીર હોય તે આરાધવા લાયક છે, પણ તેવા વીરેને ઓળખવા માટે તેમજ બીજા પણ વ્યતિરિત આરાધ્યનિક્ષેપ ઓળખવા માટે વિચારને અવકાશ છે, માટે તેને વિચાર કરીએ. વ્યતિરિકતનિક્ષેપોને પ્રતાપ.
અપ્રધાનવીરની માફક અન્ય કેઈ પણ ભાવવસ્તુ અને તેના નામાદિક નિક્ષેપા આરાધ્ય હોય તો પણ તેના વ્યતિરિત ભેદમાં આવતે અપ્રધાન નિક્ષેપે આરાધવા લાયક ગણાતું નથી, પણ કારણ તરીકે કે ગૌણપણે આરાધ્ય વસ્તુને સંબંધ લઈ વ્યતિરિક્તનિક્ષેપે લેવામાં આવે છે તે કારણ કે ગૌણરૂપ વ્યતિરિક્તનિક્ષેપ ભાવનિક્ષેપાની અપેક્ષાએ આરાધવા લાયક જ થાય છે. જેમકે યથાસ્થિત ભાવસાધુપણું ચારે પ્રકારના કષાના અભાવ સાથે મહાવ્રતના નિરતિચારપણામાં જ રહેલું છે, છતાં પ્રમત્તગુણઠાણે રહેલ સાધુ મૂળ નામનું પ્રાયશ્ચિત જે અતિચારમાં ન આવે તેવા અતિચારયુક્ત મહાવ્રતવાળે સાધુ, જેના અનંતાનુબંધી આદિ પેટભેદે કાળઆદિની અપેક્ષાએ પડતા હોય તેવા પણ સંજવલન કષાયયુક્ત સાધુ, બકુશ અને કુશીલ જેવા નિયંઠાવાળા સાધુ, અપ્રમત્તગુણઠાણેથી ખસીને પ્રમત્તગુણઠાણે જતા સાધુ, શાસ્ત્રોમાં સામાયિક અને છેદો પસ્થાપનીયના નવસૅ સુધી આકર્ષો થતા હોવાથી તેવા આકર્ષમાં વર્તતે સાધુ. આ બધા આરાધ્ય ગણાય છે.
આકર્ષ તેને જ કહેવાય છે કે પરિણતિની અપેક્ષાએ જેમાં મૂળ વસ્તુને સર્વથા અભાવ થઈ જાય અને ફરીથી લેવામાં આવે,