________________
આગમત
અને રૂધિરથી રક્તસ્તને ધારણ કરનારા, હથીઆરની હરોળમાં હર્ષ માનનારા દુર્ગતિગામી લોકેને વીર તરીકે ગણેલા હોઈ તેવાઓને પણ વ્યતિરિકત દ્રવ્યવાર તરીકે શાસ્ત્રકારે ગણવે છે.
જોકે તેવા વીરને વ્યતિકિત દ્રવ્યવીર તરીકે ગણુ ભગવાન મહાવીર મહારાજને આત્મન્નિતિના અવિચળ માર્ગના મુસાફરોની આરાધનાના પાત્ર એવા ભાવવીર તરીકે જણાવે છે છતાં પણ પૂર્વે જણવેલા દ્રવ્યવીરેના વ્યવચ્છેદને માટે શાસ્ત્રકારે ભગવાન્ વીર મહારાજને મહાવીર તરીકે ગણાવી “મહા” એવું વિશેષણ આપ્યું છે. પ્રભુ મહાવીરના નામની સાર્થકતા
દેવતાઓએ પણ તે ભગવાન મહાવીરનું “શ્રમણ ભગવાન્ મહાવીર' એવું નામ ગુણની વિશિષ્ટતાને લીધે પ્રસિદ્ધ કર્યું હતું, કેમકે ભય અને સૈના પ્રસંગમાં તેઓ અચળ રહ્યા હતા, અને પરિષહ, ઉપસર્ગના ભયંકર સંજોગોમાં ક્ષમાપૂર્વક પિતાની સહનશક્તિ તેઓએ ફેરવી હતી. એટલે શ્રમણ ભગવાનું મહાવીર મહારાજા કહેવાયા, અસાધારણપણે બાહ્ય, અત્યંતર તપસ્યાવાળા હેવાથી શ્રમણ તેમ જ અનંતબળાદિક ઐશ્વર્યવાળા હેઈને ભગવાન્ હવા સાથે પરિષહ, ઉપસર્ગો સહન કરવા દ્વારાએ અનાદિકાળના આત્માના અત્યંતરશત્રુને મારનાર હેઈ મહાવીર થયા, તેથી દેવતાઓએ શ્રમણ ભગવાન મહાવીર એવું નવીન નામ જાહેર કર્યું. બૌદ્ધો ભગવાન મહાવીરને કયા નામથી ઓળખે છે?
યાદ રાખવું જરૂરનું છે કે દેવતાઓએ શ્રમણ ભગવાન મહાવીર એવું આખું સવિશેષણ નામ જાહેર કર્યું છે, અને તેથી જ શાસ્ત્રોમાં સ્થાન સ્થાન પર “તમને મજાવં માવી, એવી રીતે ભગવાન્ મહાવીર મહારાજાને અંગે કહેવામાં આવે છે. ભગ