________________
પુસ્તક ૧-લું
૪૫ વાન્ મહાવીર મહારાજના આવા ગુણ નિષ્પન્ન નામની ઈર્ષ્યા કે કેઈપણ કારણને અંગે જ બૌદ્ધ ગ્રંથકાએ શ્રમણ ભગવાનૂ મહાવીર મહારાજને શ્રમણ ભગવાન્ મહાવીર તરીકે કઈ જગો પર ઓળખાવ્યા નથી, પણ કેવળ જ્ઞાતપુત્ર તરીકે સ્થાન સ્થાન પર બૌદ્ધ લોકેએ પિતાના ગ્રંથમાં ભગવાન મહાવીર મહારાજને ઓળખાવ્યા છે. જો કે શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજાને શ્વેતાંબર શાસ્ત્રકારોએ જ્ઞાતપુત્રના નામે પણ ઓળખાવેલા છે. તેથી વેતાંબર શાસ્ત્રોમાં જ્ઞાતસુત, જ્ઞાતપુત્ર, જ્ઞાતનંદન એવા નામેથી શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજાને ઓળખાવવામાં આવેલા છે. દિગંબરશાસ્ત્રો કે કેષમાં જ્ઞાતપુત્ર તરીકેનો ઇસારે પણનથી.
સૂગડાંગવીરસ્તુતિ અધ્યયનમાં તથા કલપસૂત્ર વિગેરેમાં ભગવાન મહાવીર મહારાજની પ્રશંસા જણાવતાં પણ તેમને જ્ઞાતકુળની શોભા કરનાર તરીકે અને સમૃદ્ધિ કરનાર તરીકે જણાવવામાં આવેલ છે, અર્થાત્ મહાવીર મહારાજાનું જ્ઞાતપુત્રપણું મિશ્ર નહિ તેમ રૂઢ પણ નહિ એમ ગણી યૌગિકજ ગણેલું છે, અને તેથી જ ભગવાન હેમચંદ્રસૂરિજી પણ “મારી વર્ધમાનો દેવાયો શાતનંા” એવા અભિધાન ચિંતામણિના પદ્યાર્ધમાં ભગવાન મહાવીર મહારાજનું જ્ઞાતનંદન એવું નામ જણાવે છે. અર્થાત્ ભગવાન મહાવીર મહારાજને જ્ઞાત મુત,જ્ઞાતપુત્ર, જ્ઞાતનંદન વિગેરે નામથી બેલાવવા ગ્યપણું વેતાંબર શાસ્ત્રકારો ઘણે સ્થાને સ્પષ્ટ રીતે જણાવે છે.
દિગંબર ગ્રંથકારે કે દિગંબરકાશ કરનારાઓ ભગવાન મહાવીર મહારાજને કોઈ પણ પ્રકારે જ્ઞાતસુત, જ્ઞાતપુત્ર કે જ્ઞાતનંદનના નામે જણાવતા નથી, અને ષટ્રપ્રાભૂતની ટીકા વિગેરેમાં દિગંબરાચાર્યે ભગવાન મહાવીર મહારાજનાં જે નામે જણાવે છે તેમાં જ્ઞાતપુત્ર નામને ઈશારે પણ નથી.