________________
૩૩
પુસ્તક ૧-લું
વસ્તુતઃ જિનેશ્વર ભગવાનની પ્રતિમાની ભક્તિને ઉદ્દેશીને કરેલું, કહેલું, કપેલું, કે આવેલું દ્રવ્ય જ દેવદ્રવ્ય કહેવાય છે અને તેના જ ભક્ષણને અંગે ચિત્યદ્રવ્ય કે દેવદ્રવ્ય ભક્ષણ તરીકેને દેષ ગણાય છે. એમ ન માનીએ તે ખુદ તીર્થકર મહારાજના માટે બનાવેલા સમવસરણમાં કે દેવજીંદામાં કેઈથી બેસી શકાશે નહિ.
ઉપરની હકીકતથી વિવેકી જ્ઞાનવાળે અને શ્રદ્ધાવાળે મનુષ્ય જ્ઞશરીર દ્રવ્યનિક્ષેપાની માફક ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપાને પણ આરાધ્ય માનવાની જરૂર માનશે તે સ્વાભાવિક છે. જ્ઞશરીર-ભથશરીરથી તિરિક્ત (સિત્ર) આગમ દ્રવ્ય
નિક્ષેપાનું સ્વરૂપ અને તેને માનવાની જરૂર નિક્ષેપાના અધિકારમાં શ્રી નંદીસૂત્રના સંબંધને લઈને નામ. અને સ્થાપનારૂપ બે મુખ્ય ભેદે જણાવીને ત્રીજા દ્રવ્ય નામના મુખ્ય ભેદમાં જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા નેઆગમ દ્રવ્ય-- નિક્ષેપાના બે ભેદનું નિરૂપણ કર્યું હવે વ્યતિરિક્ત એટલે જ્ઞશ-- રી—ભવ્ય શરીરથી ભિન્ન લક્ષણવાળે આગમથી દ્રવ્ય નિક્ષેપ વિચારાય છે.
દ્રવ્યનિક્ષેપાના સામાન્ય સ્વરૂપ જણાવતી વખતે આપણે સ્પષ્ટ કરી ગયા છીએ કે મુખ્યતાએ દ્રવ્યશબ્દ “અનુપગ” અગર “યથાર્થ ભાવરૂપ વસ્તુના કારણ” તરીકેમાં વપરાય છે. તે કારણુતાને દ્રવ્ય કહેવાની દષ્ટિએ ભવિષ્યના પર્યાયના કારણની અપેક્ષાએ ભવ્ય શરીરપણું અને ભૂતકાળના પર્યાયના કારણની અપેક્ષાએ જ્ઞશરીરપણું હોય છે એ વાત વિસ્તારથી પહેલી કહેવાઈ ગઈ છે.
અહીં વિચારવાની જરૂર છે કે ભૂત અને ભવિષ્યના કારણે સિવાય બીજી એવી કયી અવસ્થા હોય છે કે જેને આપણે કારણ તરીકે માનવા સાથે વ્યતિરિક્ત તરીકે માની શકીએ, કારણ કે ભૂત અને ભવિષ્યના કારણે દ્રવ્ય તરીકે કહેવાય પણ તે બે સિવાયના વર્તમાનકાળીને કારણે તે ખુદ કાર્યરૂપે જ પરિણમેલા હે