________________
૩૨
આગમત
આશાતનાને અંગે પણ ભયંકરપણું દેખાડવા તીર્થકર કે તીર્થંકરની માતાનું પ્રતિકૂળ ચિતવનારનું મસ્તક આર્યમંજરીની માફક. સાત કટકાવાળું થશે એમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે, એટલે ભવ્યશરીર દ્રવ્ય નિક્ષેપે જેવી રીતે આરાધ્ય છે તેવી રીતે તેની આશાતના પણ વજવાની છે. વરસીદાન દેવદ્રવ્ય કેમ નહિ?
કદાચ એમ કહેવામાં આવે કે ગર્ભ અવસ્થાથી જે દેવ તરીકે માનવામાં આવે તે શ્રી ઋષભદેવપ્રભુ વિગેરેએ આપેલા દેશરાય વિગેરે લેનારા તેઓના કુમારે તેમ જ સર્વ તીર્થકર મહારાજાએ આપેલા સંવછરી દાન વખતે તે દાનને લેનારા દેવે અને દાન અને માને દેવદ્રવ્યના ભેગી બની દેષપાત્ર કેમ ન બને? આવું કહેનારાઓએ સમજવું જોઈએ કે ખુદ ભાવઅવસ્થામાં પણ અનેક અપેક્ષાએ અનેક સંબંધ રહી શકે છે તે પછી ભવ્ય શરીર દ્રવ્ય નિક્ષેપાની વખતે ભિન્નભિન્ન સંબંધ રહે તેમાં આશ્ચર્ય શું છે? દેવદ્રવ્યપણું ક્યારે ?
જે એમ માનવામાં આવે તે પંચમહાતપાલક અને શુદ્ધસાધુતામાં રમણ કરી કેવળજ્ઞાનાદિક ગુણ પ્રાપ્ત થયે મહાપુરુષો મોક્ષે જાય ત્યાર પછી તેમના નિજીવ કલેવરને સાધુપણાને અનુચિત એવા સ્નાનાદિક સંસ્કારોથી કેમ શોભિત કરી શકાય ? અર્થાત જેમ
શરીર દેવ અને સાધુપણાની બુદ્ધિ છતાં પણ નિર્જીવપણાની સ્થિતિ ધ્યાનમાં રાખી સ્નાનાદિક સંસ્કારે કરી શકાય છે, તેમ ભવ્ય શરીરપણાની વખતે પણ તેવી રીતે અનેક સંબંધે ધ્યાનમાં રાખી દેવપણને અંગે આરાધન કરવાપૂર્વક વિરાધનાને ત્યાગ થાય અને સાંસારિક ફરજ તરીકે રાજ્યઋદ્ધિ આદિનું અર્પણ તથા સંત ત્સરી દાનનું દેવું લેવું થાય તેમાં કેઈપણ જાતનું આશ્ચર્ય નથી, વળી ખુદ તીર્થંકરથી અનુજ્ઞાત થયેલા ઉપકરણદિક વાપરવામાં આવે તેમાં ખુદ ભાવતીર્થ કરપણું છતાં પણ દેવદ્રવ્ય ભેગને દેષ નથી.