________________
પુસ્તક ૧-લું
ર૭ પ્રધાનતા ગણવા તૈયાર થાય છે તેઓએ સમજવાનું કે શ્રી તીર્થકર પ્રભુના નિર્વાણ પ્રસંગે ગણધરાદિક ભગવતે ભાવનિક્ષેપે બિરાજમાન હતા છતાં પણ ઇનરેન્દ્ર વિગેરે જિનેશ્વર ભગવાનના સત્કાર સન્માનમાં કેમ લીન બન્યા હશે? અને ગણધર મહારાજાઓ કે જેઓ ખુદ ભાવનિક્ષેપારૂપ હતા તેઓની આરાધના કરવામાં તેટલે વખત કેમ ગાજે નહિ હોય?
આ વસ્તુના તત્વને સમજનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ગણધરાદિ ભગવંતના ભાવનિક્ષેપના આરાધન કરતાં પણ શ્રી જિનેશ્વર ભગવાનના શરીરરૂપી દ્રવ્ય નિક્ષેપાનું આરાધન ઘણું જ આદરવા લાયક ગણાયું હશે અને જે તેમ માને તે
સ્પષ્ટ થયું કે વિશિષ્ટ ગુણવાળાની સ્થાપના અગર જ્ઞશરીરપણાનો દ્રવ્યનિક્ષેપે આરાધવાથી જે અપૂર્વ લાભ થાય તે લાભ તેમનાથી શાસ્ત્રીય રીતે ઉતરતા અને આપણી અપેક્ષાએ ઘણું જ ઉત્કૃષ્ટ ગુણવાળાના ભાવનિક્ષેપાના આરાધનથી થતું નથી, એમ છૂટકે કે વિના છૂટકે માનવું જ પડશે. સ્થાપનાના સાપેક્ષ મહત્વ ઉપર સૂર્યાલદેવનું દષ્ટાંત
તત્વથી વિચારીએ તે સૂર્યાભદેવતાએ તેમ જ બીજા દેએ પણ પિતાની ઉત્પત્તિની વખતે પોતાને અનુપમ ઉપકાર કરનાર એવા પૂર્વભવના ધર્માચાર્યને વંદનાદિક કરવાને ઉદ્યમ જાણ્યા છતાં પણ ન કર્યો અને જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું પૂજન વિગેરે કર્યું અને ખૂદ જિનેશ્વર મહારાજનું આરાધન પણ તે ભગવાનની પ્રતિપ્રતિમાના પૂજન પછી જ કર્યું; એટલે જિનેશ્વર ભગવાનની અને તેમની પ્રતિમાની આરાધનામાં સમવસરણમાં બેસતી પર્ષદાની રીતિએ કેઈપણ જાતને ફરક ન ગયે અને ઉપકારી મુનિમહારાજ કરતાં પણ જિનેશ્વર ભગવાનની સ્થાપનાને પણ મહત્તાવાળી ગણી. શ્રી ભગવતીસૂત્રના આધારે જિન મૂર્તિઓનું સાપેક્ષ મહત્વ
આજ કારણને ઉદ્દેશીને ભગવતી સૂત્રમાં પણ અસુરોને