________________
આગમજ્યોત સ્વરૂપ-હિંસા તે ભાવદયા છે
જ્ઞશરીરના સત્કાર આદિને અંગે થતી હિંસા તે માત્ર સ્વરૂપહિંસા છે પણ અનુબધે તે ભાવદયારૂપ છે.” આ હકીકત સમજવા માટે સ્થાપના નિક્ષેપાને અંગે કરેલું આ બાબતનું વિવેચન ફરી ધ્યાનમાં લેવું એટલું જ બસ છે. નામાદિગુણથી પણ આરાધ્ય બુદ્ધિ
આરાધના કરવા લાયક ભક્તિના ગુણોના સ્મરણપૂર્વક થતું ભક્તિ, બહમાન આદિ જે આરાધનાનું પ્રયોજન હોય તે આરાધ્યના ગુણેનું સ્મરણાદિ જેમ ભાવનિષામાં થાય છે તેવા જ સ્મરણાદિ જ્ઞશરીરના નિક્ષેપામાં સ્પષ્ટ તરીકે અનુભવાય છે. ભાવનિક્ષેપોમાં પણ રહેલ સમ્યગદર્શનાદિક આરાધ્ય ગુણે કાંઈ આરાધ્યમાં સંક્રાન્ત થતા નથી પણ તે આરાધ્ય પુરુષના ગુણેના સ્મરણ અને
હમાન આદિથી પોતાના આત્મામાં કર્મથી આવરાઈ રહેલા તે ગુણે પ્રગટ થાય છે અને તેવા આરાધ્ય ગુણે આરાધકના આત્મમાં પ્રગટ થવાનું કારણ આરાધ્ય પુરુષના આત્માના ગુણેનું સ્મરણદિક જ છે.
આ વાત જૈનશાસનને માનનારે જ્યારે એકી અવાજે કબૂલ કરે છે ત્યારે તેને નામસ્મરણદ્વારાએ, આકૃતિ દેખવાદ્વારાએ કે તેના નિર્જીવ કલેવરને દેખવા દ્વારા આરાધ્ય પુરુષના આત્માના આરાધ્ય એવા સમ્યગ્દર્શનાદિ ગુણેનાના સ્મરશુદિ થવાથી સર્વત્ર એક સરખા પરિણામ રહી શકે છે, અને તેથી જ પૂર્વે સ્થાપના નિક્ષેપામાં જણાવ્યું તેમ સમવસરણમાં જિનેશ્વર પૂર્વાભિમુખ બિરાજે છે અને બાકીની દિશાઓમાં ભગવાન જિનેશ્વરની પ્રતિમા બિરાજેલી હોય છે છતાં તેની સન્મુખ પણ થર્વદા સરખી રીતે બેસી શકે છે. ભાવ કરતાં પણ સ્થાપનાની સાપેક્ષ મહત્તા
કેટલાકે સ્થાપના નિક્ષેપને અનાદર જણાવતાં ભાવનિક્ષેપાની