________________
૧૮
આગમત આશ્ચર્ય થાય” એમ સ્પષ્ટપણે જણાવેલું છે. અર્થાત્ આરાધક પુરુષની મહત્તાને અંગે તેના નિર્જીવ શરીરની પણ ઘણું જ ઉંચી કીંમત દર્શાવી છે, તેમ જ જે સ્થાને તેઓએ શરીર છોડયું તે સ્થાનની પણ અનહદ કિંમત જણાવી છે. જ્ઞશરીર કરતાં ભવ્ય શરીરની આરાધ્યતા ઓછી
આ હકીકત વિચારતાં સુજ્ઞ મનુષ્ય જ્ઞશરીરની જગતના જીએ અને શાસ્ત્રકારોએ કેટલી મહત્તા આંકી છે તે સ્પષ્ટપણે સમજી શકશે. જોકે જ્ઞશરીરને પહેલું સ્થાન આપીએ તે કરતાં ભવ્ય શરીરને પહેલું સ્થાન આપવું એ બાહ્યદષ્ટિએ ઘણું વ્યાજબી લાગશે; કારણ કે ભવ્ય શરીરમાં ચૈતન્યાદિક ગુણે યાવત્ કઈ કઈ આત્મામાં તે સમ્યગદર્શન અને અવધિજ્ઞાનાદિમાંના મહત્તમ ગુણ પણ હોય છે. છતાં જ્ઞશરીર જેવું પહેલું સ્થાન ભવ્ય શરીરને કેમ ન હોય ? આ શંકા સહેજે ઉભી થાય તેમ છે પણ જ્ઞશરીરની મહત્તા જગતના દરેક અનુભવી આબાળગેપાળ સમજી શકે છે, ત્યારે ભવ્ય શરીરની મહત્તા અવધિ આદિક અતિશય જ્ઞાનવાળ સમજી શકે છે. શાસ્ત્રોમાં પણ સશરીરપણે તીર્થકર, ગણધર મહારાજ વિગેરેના નિજીવ શરીરની આરાધના જેવી સ્થાને સ્થાને લેવામાં આવે છે તેવી કે તેનાથી ઘણું એાછા અંશે પણ ભવ્ય શરીરની આરાધના જેવામાં આવતી નથી.' ભવ્ય શરીરની અલ્પાશે આરાધ્યતા
વિચારવા જેવું છે કે ગષભદેવ ભગવાને ભરત ચક્રવર્તીના પ્રશ્નના ઉત્તરમાં મરીચિ પરિવ્રાજકને ભગવાન્ મહાવીર મહારાજરૂપે ભવિષ્યના ચરમ તીર્થકર તરીકે જણાવ્યા છતાં કેવળ ભરત મહારાજા સિવાય કોઈપણ જીવે મરીચિને વંદન કર્યું નહિ અને તે ભરત મહારાજે તે અવસ્થામાં મરીચિને કરેલું વંદન પણ મરીચિની તે અવસ્થાની અપેક્ષાએ પણ સંપૂર્ણ તિરસ્કારવાળું હતું, કેમકે ભરત મહારાજે મરીચિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું