________________
પુસ્તક ૧-લું
૧૦ કે “હું તારા પરિવ્રાજકપણાને કે આ જન્મને વાંદતે નથી પણ ચરમ તીર્થકર ભગવાન મહાવીરપણે તું થઈશ તેથી જ હું વાંદું છું.”
આ વસ્તુમાં પરિવ્રાજકપણું અને તે જન્મને અવંદનીય ગણાવી દિીધા તે મરીચિની અપેક્ષાએ તિરસ્કારનું સ્થાન ઓછું ગણાય નહિ. એવી જ રીતે શ્રેણિક મહારાજને ભવિષ્યની વીશીના પહેલા પદ્મનાભ નામના તીર્થંકરપણે થવાના સકળસંઘે જાણ્યા છતાં કોઈ પણ સુજ્ઞપુરુષ શ્રેણિક મહારાજને દ્રવ્યતીર્થંકરપણે વંદન કર્યું હોય તેમ શાસ્ત્રોમાં જણાવ્યું નથી. વળી ભગવાન નેમનાથજી મહારાજે શ્રી કૃષ્ણ મહારાજને આવતી ચોવીશીમાં તીર્થકર થવાના છે તેમ જણાવ્યા છતાં પર્ષદામાંથી કોઈ પણ વિવેકી કે સમ્યગદષ્ટિએ તેઓને વંદન કર્યું નથી.
આ બધાં દષ્ટાંતે વિચારતાં સ્પષ્ટપણે સમજાશે કે શાસ્ત્રકાર અને તેને અનુસરનારાઓ અતીત કાળના પર્યાયને આશ્રીને જેવી મહત્તા અને પૂજ્યતા માને છે તેવી મહત્તા અને પૂજ્યતા ભવિષ્યના પર્યાચની અપેક્ષાએ માનતા નથી. જોકે ઉપર જણાવેલાં દષ્ટાંત અન્ય અન્ય ભવાની અપેક્ષાએ, ભવિષ્યના પર્યાયની અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપોમાં આવે અને તેમાં સર્વ સાધારણ પૂજ્યતાઆદિ ન હોય તે પણ ખુદ તીર્થકર, ગણધર મહારાજાદિના ભેમાં પણ તીર્થકર, ગણધર મહારાજ આદિની જન્મથી આરાધ્યતા ગતતીર્થના ચતુર્વિધ સંઘમાંથી કઈ પણ ગણતા નથી. કેઈ પણ શ્રમણ કે શ્રમણીએ રાજ્યાવસ્થામાં કે બીજી કઈ પણ છદ્મસ્થ અવસ્થામાં ભગવાન તીર્થકર વિગેરેને તીર્થકર વિગેરેપણે વાંદેલા નથી.
જોકે તીર્થંકરના દીક્ષામોત્સવની વખતે પહેલાના તીર્થકરોના સાધુઓ તે તે સ્થાને આવેલા હોય છે અને ભગવાન મહાવીર મહારાજા વિગેરેની છવસ્થ ચર્યામાં અનેક સ્થાને પૂર્વના તીર્થકરના સાધુઓને સમાગમ થયેલો છે છતાં પણ કેઈપણ પૂર્વ તીર્થકરના તીર્થવાળા સાધુએ ભગવાન્ મહાવીર મહારાજા આદિને વંદન કર્યું હોય તેમ શાસ્ત્રકારે જણાવતા નથી. આ ઉપરથી પણ સ્પષ્ટ