________________
આગમત
*
જ્ઞાતાને અવળે માર્ગે દોરે છે. જેમ છીપને ચાંદીપણે જાણું જે પ્રવૃત્તિ થાય છે તે જ્ઞાતાને છીપને જ ચાંદી તરીકે મનાવી મિથ્યા બુદ્ધિ કરાવે છે અને બીજો આપ મિથ્યા બુદ્ધિ ઉત્પન્ન કરતું નથી, પણ જ્ઞાતાને ઈષ્ટ-સિદ્ધિના રસ્તામાં જોડે છે. આ આપના જ પેટા ભેદરૂપે કાર્યમાં કારણને આરોપ, કારણમાં કાર્યને આરેપ વિગેરે અનેક પ્રકારના આરે થાય છે. જ્ઞશરીરમાં આરેપિતપણું નથી
અહીં દ્રવ્યનિક્ષેપાના અધિકારમાં વાસ્તવિક રીતિએ તે દ્રવ્યનિક્ષેપ માનવાથી આપ નથી. આપ તે ત્યારે થાત કે મહાપુરુષના વિશિષ્ટ જ્ઞાનાદિ ગુણયુક્તપણે માનત અને જે તેવી રીતે આરોપ કરીને જ માત્ર તે મહાપુરુષના શરીરને જ્ઞાનાદિયુક્ત માનવામાં આવે તે તે ભાવનિક્ષેપમાં જ જાય પણ નિક્ષેપ કરનાર મનુષ્ય સ્પષ્ટપણે તે મહાપુરુષના શરીરને મહાપુરુષના જ્ઞાનાદિકની ઉત્પત્તિનું કારણ માનીને આગમથકી જ્ઞશરીર નામને દ્રવ્યભેદ માને છે. અગર મહાપુરુષની સ્થાપના માને છે.
નિક્ષેપાની રચના જાણ્યા પછી ભક્તિની તીવ્રતાવાળે મનુષ્ય તે કારણભૂત શરીરની કે તેના આકારની મહત્તા ધ્યાનમાં લે ત્યારે તે સ્થાપનાને તથા તે શરીરને આરાધવા તત્પર થાય છે. તે વખતે આરાધના કરનારે તે સ્થાપનાને અચેતન શરીરમાં તે તે મહાપુરુષને આપ જરૂર કરે છે અને તેથી જ શ્રી રાયપશેણી વિગેરેમાં ભગવાનની પ્રતિમાની પૂજાના અધિકારમાં પૂર્વ વાકળ નિવાર એમ કહી આરાધક પુરુષે સ્થાપનાજીનામાં પણ સાક્ષાત જિનપણને આરોપ કરેલ સૂચવ્યું છે અને જબૂદીવ પન્નતિ વિગેરેમાં કાળધર્મ પામેલા જિનેશ્વર મહારાજના શરીરની શુશ્રષાને જિનભક્તિ તરીકે જે જણાવવામાં આવેલ છે તે પણ આરાધક પુરુષની આપબુદ્ધિ ધ્વનિત કરે છે, અર્થાત્ આરેપ કરે ત્યારે સ્થાપના અને શરીર બંને ભાવરૂપ થાય છે અને આરોપ ન કરે ત્યારે તે સ્થાપનાને ફશરીર નામને દ્રવ્યભેદ રહે છે.