________________
પુસ્તક ૧-લું આરાધવા લાયક ગુણનું સ્મરણાદિ થાય તે પણ આરાધના બની શકે છે, પણ આલંબન વિના જેમ પ્રાથમિક દશામાં ધ્યાનની ધારા થઈ શકતી નથી તેમ સામાન્ય પુરુષોને સચેતન કે અચેતન શરીર જેવા આલંબન સિવાય આરાધવા લાયક ગુણેનું જ્ઞાન, સ્મરણ અને આરાધનાદિ બની શકતા નથી. માટે સચેતન કે અચેતન બંને પ્રકારના મહાપુરુષના શરીરે સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ, નિર્મળતા વિગેરેમાં આલબનરૂપ બને છે, અને તેથી આરાધ્યતમ મહાપુરુષના અચેતન પણ શરીરને દેખીને તેઓના સમ્યગદર્શનાદિ ગુણે યાદ આવતાં તે અચેતન શરીર તરફ પણ કારણુતાની બુદ્ધિએ આગમ દ્રવ્ય નિક્ષેપાને અનુસરતી પૂજ્યભાવના ઉપજે તે અનુભવ સિદ્ધ છે. 1શરીર આરેપિતપણથી અપૂજ્ય નથી
મહાપુરુષની કરવામાં આવેલી સ્થાપનામાં મહાપુરુષના ગુણનું આરો પણ હોય છે તેવી જ રીતે મહાપુરુષના અચેતન શરીરમાં પણ આરાધ્ય પુરુષના આરાધ્ય ગુણોનું આરોપણ થાય તે સ્વાભાવિક છે. ફક્ત ફેર એટલે જ છે કે સ્થાપનામાં આકૃતિ સામ્યને લઈ આરાધ્ય ગુણેને આરોપ થાય છે અને દ્રવ્યનિક્ષેપાના આગમ ભેદ તરીકે અચેતન શરીરમાં કારણપણાને લીધે આપ કરી તે તે ગુણોનું સ્મરણાદિ થાય છે.
કેઈપણ મનુષ્યની સ્થાપનામાં કે જ્ઞશરીર નામના દ્રવ્યથી આગમના ભેદમાં આરાધ્ય પુરુષને સર્વથા અભેદપણે ધારણ હેતી નથી, અને તેથી જ અદેવમાં દેવસંજ્ઞાની અને અજીવમાં જીવસંજ્ઞાની કલ્પનાને દેષ નથી, તેથી અદેવને દેવ માનવાને અને અજીવને જીવ માનવાને પ્રસંગ આવી મિથ્યાત્વ લાગવાને પણ અશે પણ સંભવ નથી. કારણ કે આરોપ કરનાર મનુષ્ય બંનેનું સ્વરૂપ લક્ષમાં રાખી હેતુ અને પ્રજનન અંગે જ આરોપ કરે છે. આરોપના ભેદ આપ બે પ્રકારના હોય છે. એક આરોપ ભ્રમ ઉત્પન્ન કરી