________________
આગમત કરી હોય તે શરીર ચેતનારહિત થાય તે પણ તેમાં દર્શનીયતા આદિ ન રહે એમ કેમ માની શકાય? કેમકે જ્ઞાનાદિક ગુણ આત્મામાં રહેવાવાળા છતાં તે જ્ઞાનાદિક ગુણવાળે આત્મા કથંચિત્ અભેદપણે શરીરમાં રહેલું હોવાથી જ્યારે જ્યારે ગુણવાન્ આત્માને જેવાને અને ઓળખવાને પ્રસંગ પડ્યો ત્યારે ત્યારે તે શરીર દ્વારા જ તે આત્માને દેખે, મા, આરાધે હતે. એટલે આત્માની સ્વતંત્ર આરાધના કઈ દિવસ કેઇ ભક્તથી થતી નથી. જે કંઇપણ જ્ઞાનાદિયુક્તપણાને લીધે આરાધના થાય છે તે જ્ઞાનાદિવાળા આત્માના આધારભૂત શરીર દ્વારા થાય છે, અને તેથી જ ગુણવાન આત્માના ગુણોનું સ્મરણ, બહુમાન વિગેરે શરીર દર્શન દ્વારા જ કરી શકાય અને કરેલું હોય છે. શરીરની પૂજ્યતાના કારણે
વાસ્તવિક રીતિએ ગુણવાનેના ગુણે આરાધક જીવને જેટલું અંશે કલ્યાણ કરનારા છે તેના કરતાં અધિક અંશે તે ગુણોનું જ્ઞાન,
સ્મરણ અને બહુમાન કલ્યાણ કરનારું નિવડે છે, તેથી ગુણવાન આત્માના આધારભૂત શરીરને જેવાથી તે ભાગ્યશાળી આત્માના જ્ઞાનાદિક ગુણનું સ્મરણાદિ થઈ આરાધક બને તેમાં આશ્ચર્ય નથી, અર્થાત્ સચેતન એવા આરાધ્ય પુરુષના દર્શનાદિથી તેના સમ્યગદશનાદિ ગુણનું જેમ સ્મરણ-બહુમાનાદિ દ્વારા આરાધકપણું થાય છે તેવી જ રીતે ચેતનારહિત પણ મહાપુરુષના શરીરને દેખવાથી તેમના સમ્યગદર્શનઆદિ ગુણનું સ્મરણ–બહુમાનાદિ થાય અને તેથી કલ્યાણ સાધનારે મનુષ્ય તેવા કલેવરને પણ આરાધ્ય ગણે તેમાં આશ્ચર્ય નથી. પરમાર્થથી જ્ઞાનાદિ ગુણેના બહુમાન આદિથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે, અને તે આરાધક આત્માના પરિણામને આશ્રીતે બને છે, અને આવી ઉચ્ચ શુભ પરિણામ ધારા ચેતનાવાળા મહાપુરુષના શરીરને દેખીને કે ચેતના વગરના શરીરને દેખીને જ ઉપજે છે એમ નહિં પણ સચેતન કે અચેતન એ બેમાંથી એક પ્રકારનું શરીર દેખવામાં ન આવે અને અન્ય કેઈપણ કારણથી