________________
ડા
પુસ્તક ૧-લું
૧૩ માન્યા છતાં પણ ભૂતપર્યાયની અધિકતા ગણી તેને જ પ્રથમ સ્થાન આપ્યું હોય તેમાં આશ્ચર્ય નથી અને તેથી જ્ઞશરીરનો ભેદ દ્રવ્ય થકી ને આગમ પ્રથમ લેવામાં સંગતિ જણાય છે, ભૂતકાળને પર્યાય જેણે જેણે જાણે હોય તેને તેને તે પર્યાય ચાલ્યો ગયો હેય છતાં તે પર્યાય વગરની પણ પૂર્વની શરીર અવસ્થા દેખીને પણ જે ભાવને ઉલ્લાસ જાગે છે અને શીવ્રતાએ જ્ઞાન થાય છે તે ભાલ્લાસ અને તેનું જ્ઞાન ભવિષ્યમાં થવાવાળા પર્યાયના કારણ તરીકે રહેલું સજીવ શરીર હોય તે પણ થતું નથી. એટલે કે તીર્થકર મહારાજ, આચાર્ય મહારાજ કે સાધુમહારાજની તાત્વિક દશાને અનુભવ કરનાર પુણ્યાત્માનું શરીર આયુષ્યને ક્ષયે અચેતન થઈ ગયું હેય તે પણ તેને જોઈને આરાધક જીવ અપૂર્વ ભાલ્લાસ મેળવે છે, અને તેથી જ તીર્થકરાદિના કલેવરોની પણ દેવ, મનુષ્ય અને વિદ્યાધર વિગેરે અપૂર્વ ભાલાસથી ભક્તિ કરે છે. જ્ઞશરીરની ઉપાદેયતા
તવદષ્ટિએ વિચાર કરીએ તે ઉપકારની અપેક્ષાએ પૂજ્ય પુરુષનું સ્મરણ કરી આરાધન કરનારને ઉપકારી પુરુષના સચેતન, અચેતન પણામાં કંઈપણ ફરક હેતે નથી, અને તેથી જ તીર્થંકર મહારાજ વિગેરેની સચેતન અવસ્થામાં જેવી દર્શનીયતા, પૂજ્યતા અને આરાધ્યતા હોય છે તેવી જ દર્શનીયતા, પૂજ્યતા અને આરાધ્યતા મહાપુરુષની અચેતન અવસ્થામાં પણ હોય છે. આજ કારણથી સમવસરણમાં પણ બારે પર્ષદાની વ્યવસ્થા ચારે ખુણામાં બરોબર થઈ શકે છે. જે એમ ન હોય તે પૂર્વ દિશા સન્મુખ જ તીર્થકરનું બેસવું થાય છે એમ જાણનારા અને દેખનારા નઋત્ય અને વાયવ્ય ખુણામાં કઈ પણ પ્રકારે બેસી શકે નહિ.
અન્ય પુદ્ગલથી નિષ્પન્ન થયેલ એવું પ્રતિબિંબ જ્યારે મૂળ પર્યાયવાળી વસ્તુની માફક દર્શનીય, પૂજ્ય અને આરાધ્ય હેય તે પછી મહાપુરુષના ગુણોને લીધે દશ્યપણે જે શરીરની સેવા, ભક્તિ