SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું વ્યાવહારિક દષ્ટિએ તે ભાવની યોગ્યતા શરૂ થાય ત્યાંથી કારણપણું માની દ્રવ્યપણું શા માટે ન માનવું? આ રીતે વ્યાવહારિક ગ્યતા સુધી પૂર્વકાળમાં કારણતાની અપેક્ષાએ દ્રવ્યપણું માનવામાં આવે તે પછી વિવક્ષિત પર્યાને નાશ થયે છતાં પણ વ્યાવહારિક વસ્તુ કારણપણે વિદ્યમાન રહેલી હેય ત્યાં પણ દ્રવ્યપણું માનવામાં કઈ જાતને બાધ જણાતું નથી અને તેથી ભૂત અને ભવિષ્યમાં જે અવસ્થા હેય તેને દ્રવ્ય તરીકે ગણી શકાય. આગમથી દ્રવ્યના ભેદમાં જ્ઞ-ભવ્ય શરીરની મહત્તા જોકે વર્તમાન ભવની અપેક્ષાએ શરીરનું નિબહાર નીકળવું થાય તે વખતથી જ્યાં સુધી તે શરીરવાળે વિવક્ષિત અવસ્થાને ન પામે ત્યાં સુધી ભવિષ્ય પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય તરીકે ગણી શકાય, પણ એકલી શારીરિક દષ્ટિ નહિ લેતાં ભવના કારણ તરીકે તે તે ભવના આયુષ્યને વિપક્ષી આયુષ્યના બંધને પણ દ્રવ્ય તરીકે લઈ પહેલાના ભવને તેમ જ તે તે ભવના આયુષ્યના બંધને અને યાવત આયુષ્યવેદનના અભિમુખપણાને ભાવી ભવરૂપી પર્યાયની અપેક્ષાએ દ્રવ્યપણે લઈ એકભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામાગેત્રપણાને પણ દ્રવ્યપણે ગણવામાં વાંધો નથી. છતાં વ્યાવહારિક દષ્ટિએ આખા ભવમાં રહેતે પર્યાય ભાવરૂપે ન લેવાય અને ભવના અમુક ભાગમાં થવાવાળો પર્યાય લેવાય ત્યારે વર્તમાન ભવમાં કારણપણે પરિણમવાળા શરીરની અપેક્ષાએ જ દ્રવ્યપણું લેવું પડે અને તેથી જ શાસકારે આગમથી દ્રવ્યનિક્ષેપાના ભેદે જણાવતાં શરીરપદને આગળ કરે છે. અર્થાત્ શરીર પદને આગળ કરીને જ શાસ્ત્રકારોએ જ્ઞશરીર અને ભવ્યશરીર એવા દ્રવ્યથકી ને આગમના ભેદે જણાવ્યા છે તેથી વિવક્ષિત પર્યાયના જીવ, આયુષ્ય, ગતિ વિગેરે કારણે છે, પણ વ્યાવહારિક દષ્ટિ, શરીરને આશ્રીને જ વધારે પ્રવર્તતી હેવાથી શરીરની અપેક્ષાએ
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy