________________
પુસ્તક ૧-લું લેવામાં આવે તે તે પદમાત્રના અર્થને અનુપગથી બોલનારે આગમથી દ્રવ્યમાં લે.
શાસ્ત્રકાર મહારાજા શ્રી અનુગદ્વારસૂત્રમાં આવશ્યકના અધિકારમાં સવારણપત્તિ આદિ કહીને તે તે પદને અર્થ અને તે તે સૂત્રનો અર્થ જણાવે છે. અર્થાત દ્રવ્યના આગમભેદમાં ઉપયોગ તે તે વસ્તુ કે પદાર્થને નહીં, પણ ઉપયોગના કારણરૂપ જ્ઞાન તેને સમજ. દ્રવ્યનંદીનું સ્વરૂપ
ઉપર પ્રમાણે દ્રવ્યઆગમનું સ્વરૂપ જાણ્યા પછી હવે ચાલુ અધિકારમાં જે નંદીના નિક્ષેપ વિચારાય છે તેમાં આગમથકી દ્રવ્યનંદી કેને કહેવાય તે વિચારીયે.
શાસ્ત્રકારની અપેક્ષાએ વાસ્તવિકનંદી પાંચ જ્ઞાનરૂપ છે, અને તેથી પાંચ જ્ઞાનના સ્વરૂપને એટલે કે નંદીઅધ્યયન આદિને અનુપગપણે કહેનારે આગમથકી દ્રવ્યનંદી કહી શકાય, પણ લૌકિક અપેક્ષાએ ભંભાઆદિ બાર પ્રકારના વાજીંત્રે નંદી રૂપ હોવાથી તે બાર પ્રકારના વાજીંત્રના સ્વરૂપને અનુપગપણે કથન કરનાર મનુષ્યને પણ લૌકિક અપેક્ષાએ આગમથકી દ્રવ્યનંદી કહી શકાય, કેમકે તે ભંભાદિક બાર પ્રકારના વાજીંત્રના સ્વરૂપને પણ તે જ કહી શકે કે જે તે વાજીંત્રના સ્વરૂપને જાણનાર હોય, એટલે તે અપેક્ષાએ આગમથકી દ્રવ્યનંદી કહેવામાં અસંગતિ નથી, તેમ જ એકલા નંદીશબ્દના અર્થને અનુપગપણે કહેનારને પણ આગમથકી દ્રવ્યનંદી કહી શકાય.
લકત્તર દષ્ટિથી જ્ઞાનપંચકનું નિરૂપણ જેમ અપૂર્વ આનંદનું કારણ છે અને તેથી તેને ભાવનંદી કહેવામાં આવે છે તેવી રીતે લૌકિકદષ્ટિએ ભંભાદિક બાર પ્રકારના વાજીંત્રનું એકી સાથે વાગવું તે આબાલગે પાલને પરમ આનંદનું કારણ હોઈ તેને તાત્વિકનંદી ગણવામાં આવે અને તેથી તેના સ્વરૂપને અનુપગપણે કહેનારે