________________
પુસ્તક ૧-લું માનવામાં આવે તે સાગરેપમ સુધી ભાવનિક્ષેપ માને પડે એટલું જ નહિં પણ મતિઆદિ જ્ઞાનના જે જે વિષય છે તે બધાને અંગે સાગરોપમ સુધી ભાવનિક્ષેપે માન પડે.
તેથી લબ્ધિરૂપે જ્ઞાનવાળે એકલે જાણકાર પણ ઉપગરૂપે જ્ઞાનવાળે ન હોવાથી આગમથકી ભાવનિક્ષેપોમાં ગણાતું નથી. આગમથકી ભાવનિક્ષેપે તેને જ ગણવામાં આવે છે કે ક્ષાપથમિક લબ્ધિની અપેક્ષાએ જાણપણારૂપ આગમ હેય અને તે જાણેલી વસ્તુમાં ભાવરૂપ ઉપયોગ હોય. અર્થાત આગમની અપેક્ષાએ જાણપણું અને ભાવની અપેક્ષાએ ઉપયોગસહિતપણું લઈને જાણકાર હવા સાથે ઉપગવાળે હોય તેને જ આગમથકી ભાવનિક્ષેપ કહેવાય છે. દ્રથનિક્ષેપામાં ઉપગશૂન્ય જ્ઞાનીની સંગતિ
કદાચ કહેવામાં આવે કે ઉપગવાળો હોય તે જરૂર જાણનાર હિય છે, તે પછી જાણવાવાળો અને ઉપગવાળો એમ બે કહેવાની જરૂર શી? એકલું ઉપગવાળ કહેવાથી જાણવાવાળે આવી જાય છે. જોકે નવિશેષની અપેક્ષાએ ઉપયોગ વિનાના મનુષ્યને જાણ કારજ માનવામાં આવતું નથી અને તેથી જ જયવિશેષવાળા કહે છે કે જાણકાર અનુપયુક્ત હોય એ વાત બને જ નહિ પણ દ્રવ્યાર્થિક નની અપેક્ષાએ તે જાણકાર છતાં પણ અનુપયેગી બને છે માટે બંને પદની જરૂર છે.
સામાન્યદષ્ટિએ ઉપયોગવાળા જેટલા હેય તેટલા બધા જાણકાર જ હેય એમ ગણી શકાય નહિ કેમકે જે જે મનુષ્ય જે જે વસ્તુનું જાણપણું કરવા માટે જ્યારે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે ત્યારે તે મનુષ્ય તે વસ્તુવિષયક ઉપગવાળે થાય છે પણ તે વસ્તુનું જાણપણું તે પહેલેથી હોય છે. એટલે કે સામાન્ય દષ્ટિએ એમ કહી શકીએ કે જાણપણું છતાં ઉપયોગસહિતપણું ન પણ હોય અને તેથી આગમથકી ભાવનિક્ષેપાના નિરૂપણમાં જાણપણ સાથે ઉપયોગસહિતપણું લેવાની જરૂર જ રહે.