________________
| ર તા વિક પ્રશ્નો ત્ત રે કર
[ ગુજરાતી રૂપાંતર ]
(પરમારાધ્ય બહુકૃતશિરોમણિ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ આગમોદ્વારકશ્રી ભગવંતે પિતાની પ્રૌઢ પ્રતિભા દ્વારા શાસ્ત્રસમુદ્રનું મંથન કરી અનેક તાત્વિક બાબતેના જે સંવાદી ઉકેલ શોધી કાઢી આગમાનુસારી પુણ્યાત્માઓની આગમભક્તિ ખૂબ જ જાગૃત કરેલી, તેવા ૧૪૪૬ સંસ્કૃત પ્રશ્નોત્તરના સંગ્રહ સ્વરૂપ “તારિયેલા પ્રશ્નોત્ત”િ નામે પ્રતાકારે ગ્રંથ શ્રી આગદ્ધારક ગ્રંથ સંગ્રહ-૧૨ રૂપે સુરતથી પ્રકાશિત થયેલ છે.
પૂ આગમતલસ્પર્શી આગમસમ્રાટું આચાર્યદેવ શ્રી આગમેદ્વારક ભગવંતની બહુમુખી પ્રતિભાનાં સુમધુર દર્શન સંસ્કૃત ભાષાથી અપરિચિત તમામ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓને થાય તે શુભ આશયથી તાવિક પ્રશ્નોત્તરને અક્ષરશઃ ગુજરાતી ભાવાનુવાદ સાથે આપવાને નમ્ર પ્રયાસ છે. ૧ થી ૯ પ્રશ્નો વર્ષ ૧ પુ. ૪ (પૃ. ૨૮ થી ૩૪)માં આવેલ છે. રે.)
પ્રશ્ન-૧૦ સૂત્ર અને શ્રત એ બેમા તફાવત છે?
ઉત્તર-સ્વામીને આશ્રીને તફાવત છે. જે માટે સમ્યગદષ્ટિનું કૃત; તે સૂવજ્ઞાન છે. અને મિથ્યાદષ્ટિનું શ્રુત તે મૃત જ છે.
અહીં યુક્તિ આ છે-સમ્યગ્દષ્ટિનું બધું જ્ઞાન જિનેશ્વર ભગવાને કહેલા અર્થને અનુસારી “ગણધર મહારાજ રચિત” સૂત્રને અનુસરે છે.
આ કારણથી સૂત્રની અંદર કહેલા એક અક્ષરની રૂચિ નહિ કરનાર મિયાદષ્ટિ છે.
(અર્થાત્ મિથ્યાત્વીને માત્ર શ્રવણથી થતા જ્ઞાનરૂપ શ્રુતજ્ઞાન છે.)