________________
આગમત
घनो यथैव सूर्याभां, सर्वथा घृणुते नहि । केवलज्ञानद्रष्टिम्ने, न तथा शानदर्शने ॥३०॥ धनावृतस्य सूर्यस्य, कटच्छिद्रैर्यथा विभा। तथात्मनां तदाच्छादे, छद्मस्थज्ञानदर्शने ॥३१॥
વેદનીય આદિ કર્મના ઉદયે અવ્યાબાધ સુખ આદિ ગુણની પ્રાપ્તિ થતી નથી, તે તેને આવરણ કરનાર તરીકે કેમ ન માન્યું? જેથી કે તેઓને અઘાતી કર્મ માન્યા છે?
કેમકે જે રીતે જ્ઞાનાદિ ગુણ સમૂહને જ્ઞાનાવરણાદિ કર્મો રોકે છે, માટે તે ચાર પાપ પ્રકૃતિ રૂ૫ ઘાટી કમ મનાય છે.
તે રીતે આત્માના નિરાબાધ સુખાદિના ઘાતક નામ આદિ કર્મો છે, તે તેઓ પણ ઘાતી કેમ ન કહેવાય? (૨૫-૨૬-૨૭)
હે આચાર્ય ? કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીયના ઉદયે કેવલજ્ઞાન-કેવલદર્શન નથી થતા, થયા પછી આવરણના બળે હણાતા નથી, તે કેવલજ્ઞાન-કેવલદર્શન અઘાતી કેમ નહીં?
(જવાબ) વત્સ! કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીયના ઉદય છતાં મતિજ્ઞાનાદિ જ્ઞાનચક્ષુદર્શનાદિ દર્શનને ઉપગ ચાલુ હોય છે. (૨૮-૨૯)
જેમ ગમે તેટલા ગાઢ વાદળો હોય તે પણ સૂર્યની સમસ્ત પ્રભા અવરાતી નથી, તેમ કેવલજ્ઞાનાવરણીય તથા કેવલદર્શનાવરણીય જ્ઞાન-દર્શન ગુણને સમગ્રપણે રોકતા નથી. (૩૦)
ગાઢ વાદળાંમાંથી પણ આવતી સૂર્યની પ્રભા ચટાઈના છિદ્રોના બંધ-અને ઉઘાડવાની ક્રિયાથી ઓછી વધતી અનુભવાય છે, તે રીતે ગાઢ વાદળ સમાન કેવલજ્ઞાનાવરણીય-કેવલદર્શનાવરણીયનું આવરણ છતાં સામાન્ય પ્રભારૂપ જ્ઞાન મતિજ્ઞાનાવરણીય આદિ ચાર આવરણના પશમથી તરતમતાથી અનુભવી શકાય છે.
આ રીતે જ તરતમતાવાળું જ્ઞાન અને દર્શન છઘસ્થાને હોય છે. (૩૧).