________________
પુસ્તક
આ બાબત ઉંડું વિચારતાં એમ જણાય છે કે એને સાચી પણ વાત સમજવાને હદય નથી. સાંભળવાને કાન પણ નથી. પછી વર્તનમાં મૂકવા માનસ તે હોય જ ક્યાંથી? તુચ્છ વિભૂતિઓમાં મસ્ત થયેલાઓને પિતાના બુદ્ધિ અને સમૃદ્ધિ સાથે છેલ્લે છેલ્લે ધન્ના-શાલિભદ્ર તથા દશાર્ણભદ્રજીનાં જ બુદ્ધિ સમૃદ્ધિ પણ ઘટાવવાને (સરખાવવાને) એને અવકાશ જ નથી, ઈરછાયે નથી.”
આ યુગ બુદ્ધિવાદનો છે શ્રદ્ધાને નથી” એવું માનવું એ મેટી અણસમજ છે. એને એ પણ માલુમ નથી કે “બચ્ચાંઓને આખલાનું માપ બતાવવા મથતી દેડકીની માફક પેટ ફુલાવવા જતાં પિટ ફાટીને પ્રાણ પણ પોતાના જ હણાશે ?”
પરમતારક શ્રી સર્વદેવ પ્રરૂપિત તત્વત્રયી, શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ પરત્વે એએને એટલી તે અરૂચિ ઉત્પન્ન થએલી હોય છે કે તેનું નામ સાંભળવા માત્રથી એને અજીર્ણ થાય છે.
મુનિરાજની દિનચર્યામાં વ્રત તે પચ્ચકખાણની ત્રુટિઓ તત્કાલ દેખાય છે. જે દેખાડવા તે ડહાપણુ પણ વાપરવા તૈયાર થાય છે,
જ્યારે પિતામાં તેવી પણ ચર્યાને એક અંશ પણ છે કે કેમ? એ વિચારવા તે એ ભલે જ નથી.
મહાન પાપના કારણે રાત્રિભૂજન અભક્ષ્યલક્ષણ અને અપેય પાનાદિથી પિતે વિમુક્ત થયેલ છે કે નહિ? એટલું પણ પિતે પાછું વાળીને જેતે જ નથી ! પરના અછતા પણ દૂષણે જ પ્રગટ કરવા તથા નરાધમને પણ ન શોભે તેવી ભાષામાં અને તેવી રીતે ઉત્તમ જીવન વહેનારા સાધુપુરૂષના શુદ્ધ જીવન ઉપર હુમલા કરવાની જ એને લત લાગેલી હોય છે.
જે ન કમળ પુણ્યની મૂતિરૂપ મુનિપંગને સમાજમાં હલકા પાડવા એ જ એની દિનચર્યા છે.