________________
આગમત જેન એટલે?
વળી એ મહાન સમૃદ્ધિશાળીએાએ તારકને શિર ઝુકાવ્યું તેમાં તે તારકના પ્રકૃણ પુણ્યને પ્રભાવ પણ મુખ્ય હતું. તેઓએ નિશ્ચય કર્યો હતો કે “આપણા અદ્ધિ, બલ, બુદ્ધિ, અને બહેશી ગમે તેટલાં બહેળાં (વિપુલ) હેય પણ તે તમામ એ તારકની સમૃદ્ધિ પાસે તે દીપક કે ખતવત્ જ છે.” જ્યારે અત્યારે સામાન્ય સમૃદ્ધિમાં જ મુગ્ધ બનેલા આત્માઓને આ વિચાર સરખાએ આવતું નથી.
આવા એકાને સ્વપર-ઉપકારી, પરમ નિસ્વાર્થી, પરમ તિર્મય એ અખંડ દીપકનું જ શરણ સ્વીકારનારે વર્ગ “જેન” નામે અત્યારે પણ વિજયવંત વિદ્યમાન છે. જે કે ઘણી વાર પુણ્યની તરતમતાના યેગે એવી તે વિષમ તાઓમાંથી પસાર થાય છે કે પ્રસંગવશાત્ એને સાચું પારખવામાં અનેક મુંઝવણે ઊભી થાય છે તેમ છતાં સંતોષની વાત તે એ છે કે તે પણ વર્ગ તારકના શાસનને તે આરાધ્ય માને જ છે. એના દર્શાવેલા તપ, ત્યાગ અને અનુષ્ઠાન (ક્રિયા) પણ એને પિતાના પ્રાણ-સટોસટ વહાલાં છે. ક્રિયાઓને તન્મયચિત્તે તે આરાધે પણ છે અને અન્યને આરાધતા દેખી હૃદયપૂર્ણ અનુમોદન વડે તેના સાડાત્રણ કેડી રોમરાજી સુદ્ધાં વિકસ્વર પણ થાય જ છે. જેનેના એક વર્ગની દયનીય દશા * બીજી બાજુ તે જ વર્ગની હુંફમાં નભતે અને તેમને જ છતાં પિતાને સુધારક મનાવવામાં મોજ માનતે એક વર્ગ એ એ પણ છે કે “જે શ્રી સર્વ દેવપ્રરૂપિત, ત્રિકાલાબાધિત, સૂત્ર -સિદ્ધાંતને કાળજૂની પરાણિક વાતેનાં પિથાં કહી વર્તમાન વાયુના વહેણમાં જ આનંદ માની રહ્યો છે.”
એ વર્ગ લેક પ્રવાહમાં એટલે તે ઘસડાઈ રહ્યો છે કે જે દિશાને પવન (વાયર) હોય તે દિશામાં જ ગમન કરવા તે ટેવાઈ ગયે છે. એમાં એવું તે એ દિમૂહ બન્યું છે કે તે સિવાયની બધી દિશાઓમાં એને શૂન્યકાર જ ભાસે છે.