________________
પુસ્તક ૪-શું કાળ અનાદિ ભટક્યો ચેતન, નિજ વર રૂ૫ ન દેખ્યું; ભભવ ભમતે દુઃખ શત સહેતે, તત્વ સ્વરૂપની પેખ્યું
–જન્મ સમુદ્ર રે, સુખલવ ચાખીને–ભવિ. ગમનાદિક કિરિયા છે જડમાં, નહિ લવલેશે નાણ, ચેતનને તે ભાગ બતાવે, તે વિશે અહિનાણ.
–સમજી ધરજો રે, રાગ સુભાખીને...ભવિ. ૨ ઈષ્ટ અનિષ્ટ વિષયને સમજે, સમજે નિજ પરજત, માત તાત બંધવ શિક્ષકને વનિતા સુત બહુ ભાત.
–જ્ઞાન રહિતને રે, પશુગણમાં નાખીને....ભવિ. ૩ કંચન પીતલ રજત કલાઈ, સદસદ મતી રત્ન, સુંદર મંગુલ ભાવ હિતાહિત, પુણ્યપાપ વ્રત યત્ન.
–અજ્ઞ ન જાણે રે, હિત અભિલાખીને ભવિ૦ ૪ માતપિતાને વિનય ન જાણે, નવિ ધારે ગુરુશીખ, જગદુદ્ધારક જિન નવિ જાણે, નહિં અંશે શુભ વીખ.
–ભજ શિશુવયથીરે, સાન સુસાખીને....ભવિ. ૫ વનિતા રાચ્યા મદમાં રાચ્ચા, માયા મૂઢ ભંડાર, જગને મારે દયા ન ધારે, ન કહે દેવ જુહાર.
–આતમ રમણે રે, ધરે ગુણ દાખીનેભવિ. ૬ વનિતા કંચન ગૃહ સુત બંધન, ધરતા પશુગણ સાય, તે ગુરુને અજ્ઞાને નમતાં કિમ ટાળ ભવ જાય.
–ત્યાગી ધરજે રે, ગુરુ શ્રુત ચાખીને...ભવિ. ૭ દાન શીયલ તપ ભાવ ચઉમાં, ન ધરે ધર્મની બુદ્ધિ, હલ ધેનું ઘર ખેતરે દઈ, ધારત નિશિ શુદ્ધિ.
-મૃતકને માને રે, મતિ જલ નાખીને...ભવિ. ૮ દેવ ગુરુને ધર્મ ન જાયે, નવિ જાણ્યા પુય પાપ, ઘર કષ્ટ કરી ફર્યો ચતુર્ગતિ, ન લઘું જ્ઞાન સુમાપ.
–ભવિ તુમે સમજે રે, નહિં સુખ તે પરવાને...ભવિ. ૯