________________
७४
આગમત કેવળજ્ઞાનની સ્થિતિ ન હોવાથી કાલેકના સર્વ સ્વભાવે પિતે જાણી શકે નહિ અને તેથી તે અનંત સ્વભાવને જાણીને અનંત અર્થને જણાવનાર તરીકે ઉચ્ચારાતે શબ્દ તે સ્થપણામાં બેલી શકે નહિ. અને છઘસ્થપણામાં કાંઈ પણ કહે કે રચના કરે છે તે પૂર્વભવમાં થએલા પરંપરાગમને અનુસાર જ કરવી પડે, તેથી આત્મા ગમના નિરૂપણની કેવળજ્ઞાનની અવસ્થા થાય ત્યારે જ અર્થરૂપે જ શાસ્ત્રનું કથન કરે, પણ સૂવરૂપે રચવાનું ન હોવાથી સૂત્રના રચનાર તરીકે તે તીર્થકર સ્વયં બુદ્ધોને લેવાય નહિ.
જગતમાં પણ તલવારથી જે કામ થવાનું હોય છે તે કામ તલવારની પ્રાપ્તિ સુધી વિલંબમાં રાખવું પડે, પણ તલવારનું કામ જે તલવાર મેળવી શકે તે પુરુષ તે તલવારનું કામ દાતરડાથી કરવા જતે નથી, તેવી રીતે તીર્થકર ભગવાને કેવળજ્ઞાન મેળવીને આત્માગમથી શાસન સ્થાપવાના છે એ નક્કી જ છે માટે છસ્થપણામાં શ્રુતજ્ઞાન અને જાતિસ્મરણ છતાં પણ દેશના આપતા નથી
વળી તીર્થકર ભગવાને દીક્ષા ગ્રહણ કરે ત્યારથી જ માત્ર કેવળજ્ઞાનની ઉત્પત્તિને માટે જ કટિબદ્ધ હોય છે તેથી તેમને તે સિવાયનું ઝવેરીને કેલસાના વેપારમાં જેમ નીરસપણું લાગે, તેમ અન્ય કાર્ય નીરસ લાગે તેમાં નવાઈ નથી, અથવા કુદરતે જ કેવળ જ્ઞાન થયા સિવાય અને તે થયા પછી પણ ગણધરોના આગમન સિવાય તીર્થકરોને દેશના દેવાનું બને જ નહિ, કેમ કે જગતના ઉદ્ધારરૂપ શાસનને સ્થાપવાની ભાવનાથી વાસિત તે આત્મા ઘણું લાંબા કાળથી છે, માટે જેમ આંબાના થડે કે ડાળીએ કેરી ન હોય પણ પછીના ભાગમાં જ કેરીઓ હોય, તેવી રીતે વાસ્તવિક ફળરૂપે તીર્થંકર-નામકર્મને ઉદય કેવળજ્ઞાન પામ્યા પછી જ હોય છે. અને તેથી જગતના ઉદ્ધાર કરનાર શાસનની સ્થાપનાની વખતે જ તેમની પ્રવૃત્તિ હોય તે સ્વાભાવિક છે. જિનવ્યતિરિક્ત સ્વયંબુદ્ધોના સૂત્રે કેમ નહિ?
ભગવાન જિનેશ્વરે સિવાયના સ્વયંબુદ્ધોને નથી તે પૂર્વ ભવમાં