________________
પુસ્તક ૩-જુ
--- - - ન ---- પ્રત્યેકબુદ્ધના શાસ્ત્રા કમલાલાલ
અહીં પ્રત્યેકબુદ્ધના રચેલા ગ્રંથને જે સૂત્ર તરીકે ગણવામાં આવ્યું છે, તેનું કારણ એજ જણાય છે કે પ્રત્યેકબુદ્ધપણું પામતી વખત દરેક મહાપુરુષ જાતિસ્મરણને પામે છે અને તે જાતિસ્મરણથી પ્રત્યેકબુદ્ધને પૂર્વભવમાં શ્રુતજ્ઞાનને અભ્યાસ જરૂર હોય એ નિયમ હેવાથી તે પૂર્વભવનું ભણેલ શ્રુત આ ભવમાં યાદ આવે છે.
કેટલાક તેતલિપુત્ર અમાત્ય જેવા મહાપુરુષને તે જાતિસ્મરણથી પૂર્વભવમાં જાણેલાં ચૌદ પૂર્વી યાદ આવે. જો કે દેવતા ત્રણ જ્ઞાનવાળા હેવા સાથે જાતિસ્મરણવાળા પણ હોય, છતાં ચૌદ પૂર્વને ધારણ કરવાવાળા મહાપુરુષે દેવભવમાં ગયા પછી તે દેવભવમાં તે વધારેમાં વધારે અગીઆર અંગ જ સંભારી શકે.
આ શાસ્ત્રીય હકીકત વિચારતાં અવધિજ્ઞાની કે મનઃ પર્યવજ્ઞાનીના રચેલા ગ્રંથને સૂત્ર તરીકે નહિ ગણાવતાં પ્રત્યેકબુદ્ધના રચેલા શાસ્ત્રોને સૂત્ર તરીકે ગણવેલાં છે. સૂના રચનારાઓમાં સ્વયં બુદ્ધ કેમ નહિ?
જો કે કેટલેક અંશે પ્રત્યેકબુદ્ધ કરતાં સ્વયંબુદ્ધોની અધિકતા હોય છે, પણ તે સ્વયં બુદ્ધોમાં એક તીર્થકર સ્વયંબુદ્ધ અને બીજા તીર્થંકર સિવાયના સ્વયંબુદ્ધ એમ બે વિભાગ પડે છે, તેમાં તીર્થકર સ્વયં બુદ્ધને ગૃહસ્થપણુમાં પણ મતિ, શ્રુત અને અવધિજ્ઞાનની સાથે જાતિસ્મરણ જ્ઞાન હોય છે અને દીક્ષા લીધા પછી તે મતિ, શ્રુત, અવધિ, અને મન:પર્યવની સાથે પણ જાતિસ્મરણ જ્ઞાન હોય છે, છતાં તીર્થંકરના કલ્પને લીધે બીજાઓને દેશના સરખી પણ દેતા નથી તે તે છઘસ્થપણમાં ગ્રંથ રચવાનું તે હોય જ ક્યાંથી? છદ્યસ્થ તીર્થંકર શા માટે સૂ ન રચે?
વળી સામાન્ય જગતના સ્વભાવથી જ તીર્થકરને અર્થથી આત્માગમની જ પ્રરૂપણ કરવાની હોય તે હવે તેઓ છદ્મસ્થપણે