________________
- આગમત નામનું પાંચમું આવશ્યક તે ચેખા રૂપે જ પ્રતિક્રમણના અંગ રૂપે જ છે, કેમકે તે કાર્યોત્સર્ગથી વ્રતના દૂષણની શુદ્ધિ કરવાની છે, અને તે પણ એવા દેશેની કે જે દેશે પ્રતિક્રમણ અધ્યયનથી પ્રતિક્રમણ ક્રિયા કર્યા છતાં પણ શુદ્ધ થએલા ન હોય, એટલે આ કાર્યોત્સર્ગ આવશ્યક અદગ્ધદહનન્યાયે દેને નાશ કરનાર હવાથી પ્રતિક્રમણનું અંગ થાય તેમાં વધારે લાંબે વિચાર કરવો પડે તેમ નથી, અને છઠા પચ્ચકખાણું નામના આવશ્યકમાં પ્રતિક્રમણની ક્રિયાને અંગે ગુરુ મહારાજે આપેલા તપનું પચ્ચક્ખાણ કે નિર્દોષ રહેલા વ્રતરૂપી ગુણની ધારણા માટે કરાતું પચ્ચક્ખાણ રૂપ છડું આવશ્યક પ્રતિક્રમણની સાથે સંબંધરૂપ થઈ શકે છે.
આ કારણે વિધિની જગો પર પ્રૌઢ ગ્રંથકારેએ પણ છ આવશ્યકની ક્રિયા જણાવતાં જે પ્રતિક્રમણ શબ્દ વાપર્યો છે તે ઘણુ જ લાંબા ' વિચારથી અને મુદ્દાસર જ વાપરે છે એમ માની શકાય. 1 x
x
x (હવે આવશ્યક ગણધરકૃત છે એ બાબદ વિચારણા શરૂ થાય છે. સં.) સૂવવિચાર
જૈન શાસનમાં સૂત્ર તે કહેવાય કે જે ગણધર મહારાજ, પ્રત્યેક બુદ્ધ, ચૌદપૂર્વી યાવત સંપૂર્ણ પૂર્વધરનાં રચેલાં હોય છે. સૂવરચનામાં ઓત્પત્તિયાદિ કેમ નહિ?
જો કે ઔત્પત્તિકીઆદિ ચાર બુદ્ધિને ધારણ કરનારાઓ જબરદસ્ત અક્કલવાળા હોય છે, છતાં સામાન્ય બુદ્ધિ કે ઔત્પત્તિકઆદિ બુદ્ધિની સાથે અક્ષરાદિ રૂપ કૃતજ્ઞાન જો કે જરૂર હોય, કેમકે જ્યાં પતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન જરૂર હોય અને જ્યાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન પણ જરૂર હોય છે, પણ કેત્તર જે આચારાદિ શ્રતજ્ઞાન તે ન હોય તે સ્ત્રનું રચવું બને નહિ, માટે મતિજ્ઞાનવાળા ચાહે તે જબરદસ્ત હોય તે પણ તેના રચેલા ગ્રંથને સૂત્ર તરીકે ગણ્યું નથી.