________________
૬૯
પુસ્તક ૩-જુ કાળમાં ન જ દાખલ થયે છે તે કહી શકાય તેમ નથી, કારણ કે ઘણા પ્રાચીન ગ્રંથકારે વિધિ બતાવતાં. “આ દેવસિક પ્રતિક્રમણની વિધિ” “આ રાત્રિક પ્રતિક્રમણની વિધિ” એમ બતાવતાં છએ આવશ્યકની વિધિઓ બતાવે છે, તે ઉપરથી એમ માનવાને કારણ મળે છે કે પ્રૌઢ ગ્રંથકાર મહાત્માઓએ છએ આવશ્યકના સૂત્રને પ્રતિક્રમણ સૂત્ર તરીકે સ્પષ્ટ શબ્દોમાં ભલે ઉલેખિત કરેલું નથી, પણ તે ગ્રંથકાર મહાત્માઓના વખતમાં કે તેના પહેલા વખતમાં સામાયિકાદિ છએ આવશ્યકની ક્રિયાને પ્રતિક્રમણ તરીકે રૂઢ થવાનું ચક્કસ થએલું હોવું જોઈએ, અને તેથી વર્તમાનમાં આવશ્યકસૂત્રના જ્ઞાન તથા પઠન પાઠનને અંગે આવશ્યક શબ્દ અદશ્ય થઈ પ્રતિક્રમણ શબ્દને જ પ્રચાર થએલો છે, પણ આ ચાલુ લેખમાં આપણે તે પ્રતિક્રમણ શબ્દને માત્ર પ્રતિકમણુઅધ્યયનને સ્થાને રાખી સામાયિકાદિ છ અધ્યયનને સ્થાને આવશ્યક શબ્દ વાપરી વિચારણ કરશું. આવશ્યકનું સ્થાન પ્રતિક્રમણે કેમ પકડયું?
આ સામાયિકાદિ છ આવશ્યકના સ્થાને આવશ્યક શબ્દનું સ્થાન પ્રતિક્રમણ શબ્દ કેમ પકડયું? એને વિચાર કરતાં એમ સમજાય છે કે સામાયિકાદિ છએ આવશ્યકેમાં મુખ્ય સ્થાન પ્રતિક્રમણ અધ્યયનનું હોવું જોઈએ અને પ્રતિકમણું અધ્યયનને આવશ્યકવિધિમાં કેન્દ્ર તરીકે ગણુએ તે બીજા પાંચ અધ્યયને તે પ્રતિકમણ અધ્યયનના અંગભૂત થઈ જાય તેમ છે, કારણ કે પ્રતિક્રમણ કરનાર મનુષ્ય જાણતાં કે અજાણતાં, આચારથી કે પ્રરૂપણાથી, ઉપદેશથી કે શ્રદ્ધાથી કઈ પણ દેષ લાગ્યા હોય તેનું માત્ર મિચ્છામિ દુક્કડરૂપ પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણ અધ્યયનથી કરવાનું થાય છે, પણ જે દેષને જાણી શકાય અને જે દેષનું નિવારણ માત્ર આલેચનપ્રતિક્રમણ કે તદુભયથી ન થઈ શકે, તેવા દેતું તપ આદિરૂપે પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવું તે પ્રતિક્રમણથી દૂર છે એમ કહી શકાય નહિ.