________________
વ્યાખ્યાન એટલે શું? વ્યાખ્યાનના અધિકારી કેણુ?
[ આજે જિનશાસનની માર્મિકતાને આછો-પાતળો પણ પરિચય ન મેળવી શકવાના પરિણામે કેટલાક નવયુવાને ધર્મની ક્રિયાઓપરંપરાને વફાદાર રહેવાના બદલે યુગાનુરૂપ થવાના નામે કે જમાન શાહીના નામે આડરસ્તે દોરનારી અને પરિણામે ધર્મના મૂળને નષ્ટ કરનારી નવી-નવી સ્વછંદ પ્રવૃત્તિઓમાં ભળતા હોય છે.
આ પ્રસંગે આજથી સાડાત્રણ દશકા પહેલા પૂ. આગમ આચાર્યશ્રીએ યુવક સંઘની વ્યાખ્યાનમાળાની પ્રવૃત્તિ સામે લાલબત્તી રૂપે લખેલ આ માર્મિક લેખ આજે પણ જેના તેના ભાષણે સાંભળવાની, ઉપાશ્રયને સાર્વજનિક લેકચર હોલમાં ફેરવી દેવાની, અને સાધ્વીજી મને પાટે બેસાડી મર્યાદા રહિતપણે વ્યાખ્યાન વંચાવવાની–સાંભળવાની વિરૂપ પ્રવૃત્તિઓમાં આગેકૂચ માની રહેલ કેટલાકને ખૂબ ખૂબ કહી જાય છે.
શાંતચિત્તે, તટસ્થપણે, પૂર્વગ્રહ વિના આ લેખ વાંચી વિચારી સ્વ-પરઅહિતકારી પ્રવૃત્તિઓથી આપણે પાછા ફરીએ એ શુભેચ્છાથી આ લેખ અહીં પ્રકાશિત કર્યો છે.]
જેન જનતામાં વ્યાખ્યાન (જેને અપભ્રંશમાં વખાણ કહેવાય છે.) શબ્દ ઘણું જ પ્રસિદ્ધ છે, એ તે જણાવવાની જરૂર જ નથી કે જૈન જનતા ત્યારે જ વ્યાખ્યાન શબ્દ વાપરે છે કે જ્યારે કથન કરનાર ભગવાનની આજ્ઞાને મહત્વ આપનાર અને તે મુજબ વર્તવાવાળ હોય. અને કરાતું કથન શ્રી જૈન શાસ્ત્રોનું હેય! પણ જે આવી રીતનું કથન ન હોય તે બીજાના કહેલા કે બીજા રૂપથી કરેલા કથનને તે ભાષણ કે લેક્ચર શબ્દથી ઓળખે છે. અને ઓળખાવે છે.